ભરૂચ: NGTના પ્રિન્સિપલ બેન્ચ સમક્ષ, નવી દિલ્હી બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર(Breakish Water Research Center) -સુરત દ્વારા અરજી નં.૭૦/૨૦૨૧ (ડબ્લ્યૂઝેડ) ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat State Pollution Control Board) અને અન્યો વિરુદ્ધ કેસમાં તા.૫ જાન્યુઆરીના રોજ ટ્રિબ્યુનલમાં (Tribunal) સુનાવણી થઇ હતી. જેમાં દહેજ ખાતે આવેલ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (Hindalco Industries Ltd.) કોપર સમેલ્ટર પ્લાન્ટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના પ્રશ્નો બાબતે કોર્ટે (court) સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો.
પર્યાવરણને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા
વાગરા તાલુકાના લખીગામ, દહેજ (Dahej) લુવારા ખાતે બિરલા કોપર પ્લાન્ટ (Birla copper plant) પર્યાવરણના નિયમી અને મંજૂરીનું ઉલ્લંઘન કરતાં ફેલાઈ રહેલા પ્રદૂષણ બાબતે કંપનીની જવાબદારી નક્કી કરીને પ્રદૂષણ રોકવા અને પરિસ્થિતિને સુધારવામાં એમએસએચ શેખે કેસ નોંધ્યો હતો. બિરલા કોપર યુનિટના સંચાલનને પરિણામે નર્મદા એસ્ચ્યુરી (Narmada Assurance) અને ખંભાતના (Khambhat) અખાત (અરબી સમુદ્ર)ના દરિયાકાંઠાના વિસ્તાર સહિત આસપાસનાં ગામોમાં હવા, પાણી (સપાટી અને ભૂગર્ભ જળ), જમીન અને ધ્વનિ પ્રદૂષણ-સીઆરઝેડ-૧એ (Noise Pollution-CRZ-1A) વિસ્તારમાં મેન્ગ્રોવ્સનો નાશ-દહેજ રિઝર્વ ફોરેસ્ટની (Reserve Forest) જંગલની જમીન અને પર્યાવરણ નાશ–પ્લાન્ટમાંથી નીકળતા વાયુઓના પ્રદૂષણ-જીપીસીબીની (GPCB) ઉદ્યોગ ચલાવવાની શરતોના ઉલ્લંઘન-વન સંરક્ષણ ધારાના, ફોસ્ફરિક પ્લાન્ટ વગેરેમાંથી હાઇડ્રોજન ફ્લોરાઇડ (Hydrogen fluoride) ઉત્સર્જન-સહિતના મુદ્દે પર્યાવરણને લગતા નોંધપાત્ર પ્રશ્ન ઊભા થતાં આ કેસ રજૂ કર્યો હતો. સમગ્ર કેસમાં વિગતવાર સુનાવણી કરવામાં આવી હતી.
ત્રણ મહિનાની અંદર સમિતિ તપાસ અહેવાલ ટ્રીબ્યુનલને આપશે
ટ્રિબ્યુનલે કંપનીના જવાબ જોઈ જીપીસીબી પાસે આ બાબતે ખુલાસો માંગી તમામ પર્યાવરણ નિયમોના ઉલ્લંઘન અને પ્રદૂષણની ફરિયાદ બાબતે સમિતિની રચના કરી છે. ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી.સી.પટેલની અધ્યક્ષતામાં સાત સભ્યોની સંયુક્ત સમિતિ કામ કરશે. જેમાં વન અને પર્યાવરણ મંત્રાલય, સીપીસીબી, જીપીસીબી, એસઇઆઇએએ ગુજરાત, પીસીસીએફ (એચઓએફએફ-વન વિભાગ ગુજરાત) અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિઓ સભ્યો તરીકે રહેશે. સીપીસીબી-જીપીસીબી સંકલન અને પાલન માટે નોડલ એજન્સી હશે. સમિતિની બેઠક ખાસ કરીને ત્રણ અઠવાડિયાની અંદર બોલાવવામાં આવશે અને સમિતિ ત્રણ મહિનાની અંદર તેનો તપાસ અહેવાલ ટ્રીબ્યુનલને આપશે.