National

કોરોનાના તાંડવ વચ્ચે મળ્યા ખુશીના સમાચાર: આવતીકાલથી થશે બૂસ્ટર ડોઝની શરૂઆત

એક તરફ કે જયાં કોરોના (Corona) અને ઓમિક્રોન (Omicron) દેશમાં તાંડવ કરી રહ્યા છે, ત્યાં સમાચાર (News) મળી રહ્યા છે કે કોરોનાના વઘતા કેસોને ધ્યાનમાં લઈ બૂસ્ટર ડોઝની (Booster Dose) શરૂઆત કાલથી કરવામાં આવશે. કોરોનની ત્રીજી લહેરની શરૂઆત ભારત (India) સહિત ઘણાં દેશોમાં થઈ ગઈ છે. ત્યાં ભારતમાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ સાથે જજૂમી રહેલા લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બૂસ્ટર ડોઝ માટે કોવિન પોર્ટલ (Co-Win Portal) પર નોંધણીની પ્રક્રિયા શનિવારના રોજથી શરૂ કરવામાં આવી છે.

  • કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોનાનો કરશે ખાતમો
  • ભારત બાયોટેકની ટ્રાયલમાં મળ્યા ઘણા શાનદાર પરિણામ
  • કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના સામે 90 ટકા સુરક્ષા પ્રદાન કરે છે

નેશનલ હેલ્થ મિશન (NHM)ના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર વિકાસ શીલે શનિવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘કોવિડ પર આરોગ્ય કર્મચારીઓ અથવા ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને નાગરિકો (60થી વધુ) માટે બૂસ્ટર ડોઝ માટે ઑનલાઇન એપોઇન્ટમેન્ટની સુવિધા હવે શરૂ થઈ રહી છે. એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે, કૃપા કરીને કોવિન પોર્ટલની મુલાકાત લો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2021ના રોજ જાહેરાત કરી હતી કે 10 જાન્યુઆરીથી સુરક્ષાના ભાગરૂપે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીઓનો સામનો કરતાં લોકોને બૂસ્ટર ડોઝ લેવા કોઈ ડૉક્ટરની લેખિત મંજૂરીની જરૂરત નથી.

આરોગ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમણે શરૂઆતમાં કોવેક્સીનના બંને ડોઝ લીધા છે તેઓએ કોવેક્સીનનો ત્રીજો ડોઝ લેવો, તેવી રીતે જેમને કોવિશિલ્ડ લીધેલી હોય તેમને પણ કોવિશીલ્ડનો ત્રીજો ડોઝ લેવો જોઈએ. નીતિ આયોગના ડૉક્ટર વીકે પાલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધા બાદ મળી 90 ટકા સુરક્ષા 

ભારતની સ્વદેશી કોવેક્સિનના બૂસ્ટર ડોઝની ટ્રાયલમાં આ વેક્સિન કોરોના સામે 90 ટકા સુરક્ષા આપતી હોવાનું ફલિત થયું છે. કોવેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે જણાવ્યું છે કે કોવેક્સિનના બૂસ્ટર ડોઝની ટ્રાયલમાં કોઈ પણ જાતની આડ-અસર વગર લાંબા ગાળાની સુરક્ષાના ઘણા સારા પરિણામ મળ્યાં છે. કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો તેમનામાં 90 ટકા એન્ડીબોડી બની ગઈ હોવાનું ફલિત થયું છે. આ એન્ટીબોડીને માપી પણ શકાય છે. અત્યાર સુધીમાં દેશની 90 ટકા પુખ્ત જનતાએ કોવિડ 19 નો પ્રથમ ડોઝ લીધો છે.

Most Popular

To Top