Gujarat

રાજ્યમાં કોરોનાથી હાહાકાર- 5677 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20,000 પાર

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતાં તંત્રની સાથે હવે લોકો પણ ચિંતિત બની રહ્યાં છે. રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતત વધતા કેસથી દોડતું થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5677 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 22901 થઈ છે. બીજી તરફ આજે કોરોનાના વધુ 1359 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં એકપણ દર્દીનું મૃત્યું નોંધાયું નથી.

આજે પણ અમદાવાદ શહેરમાં 2521, સુરત શહેર 1578, વડોદરા શહેર 271, રાજકોટ શહેર 166, વલસાડ 116, રાજકોટ ગ્રામ્ય 91, આણંદ 87, સુરત ગ્રામ્ય 83, ખેડા 64, કચ્છ 63, ભાવનગર શહેર 62, જામનગર શહેર 53, ગાંધીનગર શહેર 51, અમદાવાદ ગ્રામ્ય 46, ભરૂચ 41, મહેસાણા 41, વડોદરા ગ્રામ્ય 38, જૂનાગઢ શહેર 36, ગાંધીનગર ગ્રામ્ય 30, મોરબી 26, નવસારી 26, દાહોદ 21, જામનગર ગ્રામ્ય 20, અમરેલી 19 બનાસકાંઠા 14, મહીસાગર 14, ભાવનગર ગ્રામ્ય 13, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 9, અરવલ્લી 8, સાબરકાંઠા 8, છોટાઉદેપુર 5, તાપી 5, જુનાગઢ ગ્રામ્ય 4, ડાંગ 3, પોરબંદર 3, પાટણમાં 2, નવા કેસ નોંધાવા પામ્યા છે. આમ મળીને કુલ 5677 નવા કેસ રાજ્યમાં નોંધાયા છે. સાથે જ એક્ટિવ કેસ સંખ્યા વધીને 22901 થઈ છે. જેમાં 25 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 22876 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

રસીકરણ

રાજયમાં આજે દિવસ દરમ્યાન 3.07 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 11657 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 33372 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 84644 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 87484 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 92581 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,30,25,350 લોકોને રસી આપવામાં આવી છે.

કોરોનાની વકરતી જતી સ્થિતિ અંગે રાજયમાં બેઠકોનો દોર

આજે અમદાવાદમાં આરોગ્ય મંત્રીએ રીવર ફંટ ખાતે શહેરની કચેરીમાં કલેકટર, શહેરના કમિશ્નર, સિવિલ હોસ્પીટલોના વડાઓ સાથે બેઠક યોજીને વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા આયોજનની ચર્ચા કરી હતી. તેમજ આજે દિવસ દરમ્યાન દરેક જિલ્લાઓમાં કલેકટરે આરોગ્ય અધિકારીઓ તથા તેને સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો યોજીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હોસ્પીટલોમાં બેડ, ઓક્સીજન, દવાઓ, ઈન્જેકશન, વેલ્ટીલેટર સહિત જરૂરી તમામ તૈયારીઓ રાખવા આદેશો આપવામાં આવ્યાં હતા.

Most Popular

To Top