હિન્દુ ધર્મની માન્યતા મુજબ હાલ ધનુર્માસ ચાલે છે અને તે મકરસંક્રાંતિએ પૂર્ણ થશે.અલબત્ત ધનુર્માસ ધાર્મિક આસ્થાની સાથે ખગોળીય ઘટના સાથે પણ જોડાયેલો છે. ધનુર્માસ ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો વિષય છે અને તે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તેવી જ રીતે આ માસનો મહિમા ખગોળીય ઘટના સાથે પણ જોડાયેલો જોવા મળે છે. આ માસ દરમિયાન સૂર્ય વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ પૂર્ણ કરીને ધન રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં જોવા મળે છે, જેના કારણે પણ આ એક માસને ધનુર્માસ તરીકે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં માનવામાં આવે છે. ખગોળીય ઘટનાને હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પોષ માસની ધન સંક્રાંતિ તરીકે પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખગોળીય ઘટના મુજબ, સૂર્ય 12 મહિના દરમિયાન 12 રાશિઓમાં એક મહિના સુધી જોવા મળે છે. આમ, સૂર્ય પ્રત્યેક માસે રાશિ બદલતો હોય છે, પરંતુ ધનુર્માસ દરમિયાન સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. ધનુ રાશિને ગુરુની રાશિ તરીકે સૌર મંડળમાં ઓળખવામાં આવે છે. આથી સૂર્ય અને ગુરુના મિલનમાં વિશેષ રીતે ધનુ રાશિમાં થાય છે, જેનો હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. તે મુજબ આ એક મહિના દરમિયાન શુભ અને માંગલિક કાર્યોને વર્જીત માનવામાં આવ્યા છે.
સુરત – સુનિલ બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ધનુર્માસ અને ખગોળીય ઘટના!
By
Posted on