Vadodara

સત્તા પક્ષનું અટલ સ્વચ્છતા અભિયાન માત્ર ‘દેખાડો’?

વડોદરા : વડોદરામાં અટલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જોકે સ્વચ્છતાના નામે  ફરી એકવાર વડોદરાના મેયર અને પાલિકાના સ્માર્ટ કહેવાતા અધિકારીઓ પ્રજાને ઉઠા ભણાવી રહ્યા હોવાનું શહેરના અનેક વિસ્તારોની ગંદકી અને કચરાના ઢગલા જોતા લાગી રહ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ની સમસ્યા સ્વચ્છતા અભિયાન પછી પણ જશે તે જોવા મળે છે  અને એટલે જ અટલ સ્વચ્છતા અભિયાન પાલિકાતંત્ર નો દેખાડો હોવાનું લોકો માની રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતાના ખાસ આગ્રહી છે જોકે એ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ચૂંટાઈ આવેલા નેતાઓ કે કોર્પોરેટરો સ્વચ્છતા માટે સજાગ નથી એ ચિંતાની બાબત છે વડોદરા શહેરમાં હાલ અટલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.

6 ડિસેમ્બર  શરૂ કરવામાં આવેલ અટલ સ્વચ્છતા અભિયાન ૨૫ ડિસેમ્બર સુધી શહેરના લગભગ તમામ વોર્ડમાં કરવામાં આવશે અત્યાર સુધી અનેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું છે મેયર કેયુર રોકડિયાના નેજા હેઠળ પાલિકાના અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલતું સ્વચ્છતા અભિયાન દેખાડો પૂરતું હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ માત્ર પ્રસિદ્ધિ પૂરતી સીમિત રહી હોય તેવા દ્રશ્યો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે છે અનેક વિસ્તારો માં ઠેરઠેર ગંદકી અને કચરાના ઢગલાઓ છે આશ્ચર્ય ની વાત એ પણ છે કે જે  વિસ્તારમાં અટલ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું તે વિસ્તારોની હાલની પરિસ્થિતિ પણ નર્કાગાર જેવી છે.

એટલે એ વિસ્તારોમાં માત્ર સફાઈના નામે ફોટા પડાવી સ્વચ્છતા અભિયાન અટોપી લેવાયું હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે સ્વચ્છતા માટે લોકોને સતત જાગૃત કરવાનું કોઈ આયોજન પાલિકા દ્વારા કરાયું નથી ડોર ટુ ડોર સર્વિસને પણ વધુ સક્ષમ અને અસરકારક કરવામાં આવી નથી લોકો કચરાપેટીનો વધુને વધુ ઉપયોગ કરે તેવા આયોજન કે સુવિધા કરવામાં આવી નથી અભિયાન પૂરતી સફાઈ થતી હોય તેમ લોકો માની રહ્યા છે સફાઈ માટે મોટા મોટા વાયદાઓ મેયર અને પાલિકાના અધિકારીઓ કરતા હોય છે પરંતુ આ તમામ વાયદાઓ પોકળ પુરવાર સાબિત થઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં મોઢું ફાડીને અનેક વિસ્તારોમાં મોઢું ફાડીને વિકરાળ બનતી કચરા અને ગંદકીની સમસ્યા રોગચાળાને ખુલ્લું નિમંત્રણ આપી રહી છે છતાંય પાલિકા તંત્ર સ્વચ્છતા અભિયાનના  નામે પ્રજાને માત્ર મૂર્ખ બનાવી વેરાના પૈસાનો વેડફાટ કરતા હોવાની પણ ચર્ચાઓ જોર પકડી રહી છે.

સરકારી કચેરીઓમાં જ નર્યો કચરો

વડોદરા શહેરમાં અટલ સ્વચ્છતા અભિયાન ચાલે છે પરંતુ કેટલીક સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનની તાતી જરૂર  હોય તેમ લાગે છે શહેરમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશનો નિર્ણય કરતી પાલિકાની કચેરી બહાર જ ગંદકી અને કચરાના ખડકલા જોવા મળે છે જ્યારે જિલ્લા કલેકટર કચેરીમાં જ નર્યો કચરો અને ગંદકી જામી છે  સરકારી વિભાગની સ્વચ્છતા ઝુંબેશની પોલ તસ્વીરોમાં ખુલી છે.         
(તસવીર : રણજીત સૂર્વે)
નેતા- કોર્પોરેટરો ફોટો પડાવવા જ ઝાડું પકડે છે..!?

પ્રધાનમંત્રીનું સ્વપ્ન પ્રસિદ્ધનું સાધન..?

શહેરને સ્વચ્છ કરવા માટે અટલ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જોકે આ ઝુંબેશ માત્ર દેખાડા પૂરતી સીમિત હોય તેવા દ્રશ્યો છાશવારે સામે આવતા હોય છે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાતા કેટલાક નેતાઓ અને કોર્પોરેટરો ફોટો પડાવવા જ ઝાડુ પકડતા હોય તેમ ફોટો પડાવ્યા બાદ સ્વચ્છતા અંગે કોઈ દરકાર રાખતા નથી સ્થાનિક લોકોનું માનીએ તો ફોટા પડાવી જતા રહેતા કેટલાક નેતા સ્વચ્છતા અંગે ચિંતા કરતા નથી અને ફરી તે વિસ્તારની સફાઈ થાય છે કે નહીં તેની કાળજી લેતા નથી સફાઇ માટે ઝાડૂ પકડી પડાવેલા ફોટાઓ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી સ્વચ્છતા માટે જાગૃત હોવાનો દેખાડો કરી પ્રધાનમંત્રના સપનાને પ્રસિધ્ધિ નું સાધન બનાવી દીધું છે.

Most Popular

To Top