પાટીદારોનાં આરાધ્ય દેવી ઉમિયા માતાજીના અતિ ભવ્ય મંદિરનું નિર્માણ અમદાવાદમાં સોલા સ્થિત ઉમિયા કેમ્પસમાં થઇ રહ્યું છે. ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી મણિભાઈ જણાવે છે કે સોલા ઉમિયા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનમાં રૂા.1500 કરોડના ખર્ચે આ નિર્માણ થશે. મને મનમાં પ્રશ્ન એ થાય છે કે મંદિરોની આપણા દેશમાં કયાં અછત છે? આ 1500 કરોડનો ઉપયોગ કોઇ યોગ્ય રચનાત્મક કાર્યો માટે ન થઇ શકે? કેન્સરની હોસ્પિટલ હૃદયરોગની હોસ્પિટલ, સ્ટ્રોક માટેની હોસ્પિટલ જેવી હોસ્પિટલો જેવી હોસ્પિટલો બાંધી તેમાં અદ્યતન સાધનો લાવી ગરીબ માણસોને વિના મૂલ્યે સારવાર થઇ શકે એવું આયોજન કરવું જોઇએ. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ અને મેડિકલ સારવાર ઉપલબ્ધ નથી. આવા ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં સુંદર પ્રાથમિક શાળાઓ અને નાના પાયે મેડિકલ સેન્ટરો શરૂ કરવાં જોઈએ. ગરીબ માણસો માટે આવાસો બાંધી શકાય. 74000 વાર ખૂબ મોટી જગ્યા છે. એમાં ઘણાં સમાજોપયોગી કાર્યોનું આયોજન થઇ શકે.
સુરત – કિરીટ એન.ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અમદાવાદમાં ઉમિયા માતાનું મંદિર
By
Posted on