Dakshin Gujarat

ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર: મહિલા ઉમેદવારોનો દબદબો, વલસાડમાં હની પટેલ વિજયી, જાણો ક્યાં, કોણે બાજી મારી?

સુરત: ગુજરાત (Gujarat) રાજ્યની 8684 ગ્રામ પંચાયત (Gram Panchayat) માટે યોજાયેલી ચૂંટણીનું (Election) આજે પરિણામ (Result) જાહેર થઈ રહ્યું છે. તબક્કાવાર પરિણામો બહાર પડી રહ્યાં છે. રાજ્યમાં સરપંચ (Sarpanch) પદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. ધીમે ધીમે પરિણામો જાહેર થવા માંડ્યા છે. સૌ પ્રથમ વલસાડ જિલ્લામાંથી એક પરિણામ બહાર આવ્યું છે. અહીં હની સંદીપ પટેલ 417 મતથી વિજેતા બન્યા છે. વલસાડ જિલ્લાના ઠક્કરવાડા ગામના સરપંચ તરીકે ગ્રામજનોએ હની પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વલસાડના ભાણજી ફળિયામાં દિનેશ સોમા આહીર 401 મતથી વિજયી થયા છે, જ્યારે વલંડીમાં કુસુમ છીબુ પટેલ 63 રનની પાતળી સરસાઈથી વિજયી થયા છે.

વલસાડ તાલુકાના ભાણજી ફળિયા ના સરપંચ દિનેશભાઇ સોમાભાઈ આહીર 401 મતથી વિજય થયા છે.

આ ઉપરાંત માંડવી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચોના પરિણામ જાહેર થયા છે. અહીં વરેલીમાં રાજુ કાન્તિ વસાવા, કલીબેલમાં સતીષ નસવાન ચૌધરી, જાખલામાં હેમલતા વિરલ ચૌધરી, પરવટમાં જયા સુનિલ ચૌધરી, રૂપણમાં નિકીતા મિતુલ ચૌધરી, નંદપોરમાં સુનિતા જતીન ચૌધરી અને મુઝલાવમાં રમેશ રામજી ચૌધરી વિજેતા ઘોષિત થયા છે. નવસારીના પીનસાડ-સરોણા ગામના સપરંચ પદે નયન પટેલ વિજયી બન્યા છે. વલસાડ તાલુકાના શંકરતળાવ ગામે કિંજલ રાકેશ પટેલ, ઓલગામમાં ખાતુ ભગીયા પટેલ, મૂળીમાં શિલ્પા ઉમેદ રાઠોડ, અંદરગોટામાં સંદીપ ઝીણા પટેલ અને આગરફળિયામાં મહેશ ભીખુ પટેલ વિજયી થયા છે.

વલસાડના વલંડીમાં કુસુમ બેન છીબુ ભાઈ પટેલ 63 મતે વિજય થયા છે.

નર્મદાના સોઢલિયા ગામ સરપંચ વિજેતા ઊર્મિલાબેન રમેશભાઈ તડવી 53 મત થી વિજેતા થયા છે. અહીંના રસેલા ગામ સરપંચ વિજેતા ભવિકાબેન શૈલેષભાઇ વસાવા 234 મત થી વિજેતા થયા છે. અહીંના નાંદોદ તાલુકાના હેલંબી ગામમાં મુકેશ કેશવ વસાવા 34 મતે જીત્યા છે. અહીંના નવાપરા (ની) ગામે રેખા હસમુખ વસાવા 100 મતે વિજયી થયા છે. અહીંના જ કારેલીમાં પારૂલ સંજય તડવી 100 મતે જીત્યા છે. નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં ગાડકોઈ ગામમાં લાલીતા શાંતિલાલ તડવી 12 મતે વિજયી થયા છે. નર્મદાના ગરૂડેશ્વરના સમારીયા ગામે રમેશ બચુ તડવી 67 મતે જીત્યા છે.

ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર પર હંગામો થયો

ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની મનાઈ કરી દેવાતા હોબાળો થયો હતો. મત ગણતરી શરૂ કરવાનો 9 વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે. અહીંના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા છે.

ક્યાં કોણ વિજયી થયું?

ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવા માંડ્યા છે. અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો અનુસાર ગાંધીનગરના રતનપુર ગામના સરપંચ પદે વીરેન્દ્ર સિંહ બિહોલાનો 458 મતથી વિજય થયા છે. અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા થયા છે. વિરમગામના જક્સી ગામમાં પંચાયત સરપંચ પદે નવઘણજી ઠાકોર વિજેતા થયા છે. દાહોદના દે.બારીયાના નાળાતોડમાં ભુપેન્દ્રસિંહ અમર શીહ રાઠવાનો વિજય થયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણીયા જીત્યા છે. પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાનાભાઈ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા છે. પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. તેઓ છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે. પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેનની જીત, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરે વિજય પ્રાપ્ત કર્યો છે. ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલે જીત મેળવી છે. ઝાલોદના ટાંડીમાં સરપંચ પદે પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોરનો 49 મતથી વિજેતા થયા છે. દાહોદના ભીટોડીમાં સરપંચ પદે વિનોદભાઈ ડામોરનો વિજય થયો છે. દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા થયા છે. ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય થયો છે. આ ઉપરાંત મોરબી તાલુકાનું હળવદના મયાપુર ગામમાં નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા વિજયી થયા છે.

રાજ્યમાં ક્યાં કોણ જીત્યું તેની યાદી

જિલ્લોગામવિજેતા
વલસાડઠક્કરવાડાહનીબેન પટેલ
નર્મદાનરખડીમમતા વસાવા
પાટણગજા ગામજવાનજી ઠાકોર
વડોદરાગયાપુરાકમલેશ પટેલ
અરવલ્લીટુણાદરયોગીની
અરવલ્લીરૂઘનાથપુરકનુભાઈ ડી પટેલ
અરવલ્લીકીડીઆદમગી ભરવાડ
અરવલ્લીગોતાપૂરજશી અર્જનભાઈ પગી
અરવલ્લીવાસણાગંગા ભીખાભાઇ પટેલ
અરવલ્લીશામળપુરપ્રકાશ ગામેતી
પાટણરુનીદિનેશ મકવાણા
પાટણવાસણાદિવા
પાટણધોરકડાહિના આહિર
નવસારીસરોણાનયન પટેલ
નવસારીવેજલપોરજયશ્રી હળપતિ
સુરેન્દ્રનગરસજજનપુરલાલજી પટેલ
દાહોદટાંડીપ્રિંયંકા ભાભોર
દાહોદભીટોડીવિનોદ ડામોર
અમદાવાદજક્સીનવઘણ ઠાકોર
અમદાવાદઝુંડહિનાબેન પટેલ
અમદાવાદલીલાપુરઉષાબેન ઠાકોર
ખેડારમોસડીજાગૃતિબેન વાઘેલા
ખેડાભીોજાના મુવાડામંજુલાબેન પટેલ
ખેડાવાઘાવતદીપક સોલંકી
મોરબીમયાપુરનથુભાઈ કણઝરીયા
પંચમહાલજાંબુઘોડાજીતકુમાર મયંકભાઈ દેસાઈ
રાજકોટઉબાળાદશરથસિંહ જાડેજા
રાજકોટરામપરજયેશ બોઘરા
હિંમતનગરધુલેટારાખી બેન રાઠોડ
હિંમતનગરછાદરડાધવલ પટેલ
જૂનાગઢપીપવલભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢમેધપુરજીણાભાઈ મારું
જૂનાગઢખોખરડામુકેશ ભાઈ મુછડીયા
જૂનાગઢડૂંગરીકપિલાબેન રાબડીયા
જૂનાગઢનગડીયાપ્રકાશ પરમાર
જૂનાગઢગોરજપ્રભાબેન ડોડીયા
જૂનાગઢવીરપુરલખમણભાઈ
જૂનાગઢવાડલાશાંતિબેન
વલસાડમોરાઈપ્રતિક પટેલ
વલસાડકોચરવારાજેશ ભાઈ પટેલ
કચ્છશિયોતગંગારામ ભાઈ પટેલ
કચ્છઆણંદસર (વિથોણ)જયાબેન રૂડાણી
કચ્છવળવાજિતુભા જાડેજા
કચ્છસાંધવજયવીર સિંહ ભગવાનજી જાડેજા
ભાવનગરનોંધનવદરગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગરહડમતીયામેર કાજલબેન મયુરભાઈ
ભાવનગરમાઇધારપુનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગરભારાટીમબાધાભાઈ કુરજીભાઈ બગદારીયા
ભાવનગરરાજગઢબાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગરરામપરારાજુભા ભગુભાઈ
ભાવનગરરોજીયાજયદેવસિંહ સરવૈયા
ભાવનગરજુના સાંગણાઉષાબેન હરદેવગીરી ગોસ્વામી
ભાવનગરચૂડીઘનશ્યામભાઈ રમણા
સુરતકનાજઅનિલ પટેલ
બનાસકાંઠાઉચરપીહાર્દિક દેસાઈ
જામનગરખારાવેઢારંજનબેન કેશવજીભાઇ બોરીચા

Most Popular

To Top