નડિયાદ: ઠાસરા તાલુકાના ખડગોધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફરજ બજાવતાં માજી સેક્રેટરીએ પોતાની ફરજ દરમિયાન રૂ.૪,૫૭,૦૦૦ ની હંગામી તેમજ રૂ.૩,૯૫,૨૦૭ ની કાયમી ઉચાપત કરી કરી હતી. ઠાસરા તાલુકાના ખડગોધરા ગામમાં રહેતાં રાવજીભાઈ પ્રભાતભાઈ રાઠોડ ગામમાં આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતાં. દરમિયાન ગત તા.૨૦-૫-૨૦૧૮ ના રોજ મંડળીના ચેરમેન મુકેશભાઈ મનુભાઈ પટેલ અને વાઈસ ચેરમેન હનનખાન મીરૂખાન પઠાણે મંડળીનો રોજમેળ ચેક કરતાં સેક્રેટરી રાવજીભાઈ રાઠોડે ડેરીમાં આવેલ દાણની ગુણો કિંમત રૂ.૬,૨૧,૧૭૦, સ્પેશ્યલ વિઝીટના રૂ.૫૦૦૦, પી.એફ ખાતે રૂ.૮૪,૦૦૦ તેમજ ઉઘડતી સિલક રૂ.૧,૪૨,૦૩૭ મળી કુલ રૂ.૮,૫૨,૨૦૭ અંગત કામે વાપરી નાંખ્યા હતાં. જેથી રાવજીભાઈને તે જ દિવસે સેક્રેટરીના હોદ્દા પરથી દુર કરી દેવામાં આવ્યા હતાં. જે બાદ રાવજીભાઈએ કુલ રૂ.૪,૫૭ લાખ મંડળીમાં પરત જમા કરાવ્યાં હતાં. આ મામલે ખડગોધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન મુકેશભાઈ પટેલની ફરીયાદને આધારે ઠાસરા પોલીસે દુધ મંડળીના માજી સેક્રેટરી રાવજીભાઈ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.
ઠાસરાના ખડગોધરા ગામની દૂધ મંડળીમાં રૂ. ૮.૫૨ લાખનું કૌભાંડ
By
Posted on