ઉત્તરપ્રદેશ: ચૂંટણી(Election) પહેલા સમાજવાદી પાર્ટી (Samajwadi party)ના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)ના નજીકના નેતાઓના ઘરે ઈન્કમ ટેક્ક્ષ (Income Tex)ના દરોડા પડ્યા હતા. શનિવારે સવારે ઈન્કમ ટેક્ક્ષ વિભાગે અખિલેશ યાદવાના નજીકના ગણાતા લખનઉના જૈનેન્દ્ર યાદવ ( Jainendra Yadav), મૈનપુરીના મનોજ યાદવ (Manoj Yadav)અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાય (Rajiv Rai)ના ઘરે દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સની રેઈડના પગલે સપાના નેતા અખિલેશ યાદવ ગુસ્સે ભરાયા છે. તેમણે તાબડતોબ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. અખિલેશે કહ્યું કે ભાજપને ચૂંટણીમાં હારી જવાનો ડર લાગી રહ્યો છે. અખિલેશ યાદવે ઈન્કમ ટેક્ક્ષ વિભાગ પર પણ આકરા પ્રહાર કર્યા હતા ને કહ્યું હતું કે હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે ઈન્કમ ટેક્ક્ષ વિભાગ પણ મેદાનમાં આવી ગઈ છે. ભાજપ પાસે કોઈ નવો રસ્તો નથી.
શનિવારે સવારે આઈટી વિભાગની 12 ગાડીનો કાફલો લખનઉના જૈનેન્દ્ર યાદવ, મૈનપુરીના મનોજ યાદવ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાયના ઘરે દરોડા પાડવા પહોંચ્યો હતો. આઈટી વિભાગે ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યો હતો. આઈટી વિભાગની ટીમ જ્યાં છાપામારીની કાર્યવાહી કરી છે ત્યાં ઘરની બહાર સુરક્ષાદળને ગોઠવવામાં આવી હતી જેથી ઘરમાં કોઈ પ્રવેશી શકે નહી. તે વગર સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને નજર કેદ રાખવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સપાના કાર્યકર્તાઓએને રેડની જાણ થતા કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો.
આયકર વિભાગના છાપામારી બાદ અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સપાના પ્રવક્તા રાજીવ રાયના ઘરે આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ભાજપને ચૂંટણીના હારી જવાનો ડર લાગી રહ્યો છે. તેથી હવે દિલ્હીથી મોટા નેતાઓ આવશે. ઈન્કમ ટેક્ક્ષ પર પણ પ્રહાર કર્યા હતા અને ત્યાર બાદ તેમણે કહ્યું કે હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવ્યું છે, પછી ED અને CBI આવશે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી લડવા હવે આટી વિભાગ પણ મેદાન આવી ગ્યું છે.
ઉલ્લેખનીય છે કે લખનઉમાં આંબેડકર પાર્ક પાસે સ્થિત જૈનેન્દ્ર યાદવના ઘરે આવકવેરાના દરોડા પડ્યા છે. તે જ સમયે મઉમાં સપા નેતા રાજીવ રાયની કેમ્પ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ આયકર વિભાગે અખિલેશ યાદવના નજીકના ગણાતા આરસીએલના ગૃપના માલિક મનોજ યાદવના ઘરે પણ દરોડા કર્યા હતાં. આઈટી વિભાગની ટીમ બે કલાક થી વધુ સમય સુધી ઘરમાં તપાસ કરી રહી હતી. દરોડાની માહિતી મળતાં જ ડઝનબંધ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. કાર્યકર્તાનો હંગામો વધવાની આશંકાથી પોલીસ ફોર્સને સ્થળ પર બોલાવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઈન્કમ ટેક્ષની ટીમ વારણસીથી મઉ પહોંચી છે.