સુરત: (Surat) શહેરમાં સતત વધતા ટ્રાફિકના (Traffic) લીધે શહેર પોલીસ (Police) અને મનપા (SMC) દ્વારા અનેક ઠેકાણે ડિવાઈડર (Divider) બંધ કરી દેવાયા છે, જેના લીધે વાહનચાલકોએ લાંબો ફેરો મારવો પડી રહ્યો છે. આવી સમસ્યા શહેરના સૌથી વ્યસ્ત રીંગરોડ પર છે. અહીં જૂની આરટીઓ સામેનું સિગ્નલ-ડિવાઈડર લાંબા સમયથી બંધ કરી દેવાયું છે, જેના લીધે નાનપુરાથી આવતા લોકોને અડાજણ કે અઠવાલાઈન્સ તરફ જવા માટે છેક મજૂરાગેટ સુધી લાંબા થવું પડે છે. તેમાંય મજૂરાગેટ સિગ્નલ બંધ હોય તો લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે, જેના લીધે બિનજરૂરી સમય બગડે છે અને ઘણીવાર વાહનચાલકો જોખમ લઈ રોંગસાઈડ પર જતા રહે છે, તેથી અકસ્માતનો પણ ભય રહે છે. આ સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લવાયો છે, જેનાથી વાહનચાલકોની તકલીફ ઘટશે.
શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે પોલીસ અને સુરત મનપા દ્વારા ઘણા રોડ ડિવાઈડરો બંધ કરી દેવાયા છે. જેમાં જુની આરટીઓ (Old RTO) પાસેનું ડિવાઈ઼ડર પણ બંધ કરી દેવાતા, વાહનચાલકોને અઠવાલાઈન્સ કે અડાજણ તરફ જવા માટે છેક મજુરાગેટ સિગ્નલ (Majura gate signal) પાસેથી યુ-ટર્ન (U-turn) લેવો પડતો હતો અને તેને કારણે, મજુરા ગેટ સિગ્નલ બંધ હોય, ત્યારે યુ-ટર્ન લેવા માટે લાંબો વખત ઉભા રહેવાનો વારો આવતો હતો. જે અંગે અગાઉ કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેથી હવે મજુરાગેટ ફ્લાયઓવર બ્રિજ નીચેથી જ યુ-ટર્ન લઈ શકાશે. જેથી સિગ્નલ પર વાહનચાલકોને ઉભા નહી રહેવું પડે.
જેથી હવે નાનપુરા અથવા જૂની આરટીઓ તરફથી આવતા લોકોને અઠવાલાઇન્સ કે અડાજણ જવા માટે મજૂરાગેટ સિગ્નલ સુધી જવું કે સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે. મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચેથી જ યુ ટર્ન લઈને હવે જઈ શકાશે. તેમજ કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ગુરૂવારે મળેલી સ્થાયી સમિતિની મીટીંગમાં રજુઆત કરવામાં આવી હતી કે, સરદાર બ્રિજ પર ડિવાઈડરમાં જે લોખંડની ગ્રીલ મુકવામાં આવી છે તે હટાવી લેવા માટે માંગ કરી હતી.