Dakshin Gujarat

નર્મદા પરિક્રમાવાસીઓની બોટ નર્મદા સંગમ પાસે દરિયામાં ફસાઈ

ભરૂચ: (Bharuch) દહેજના લુવારા નર્મદા સંગમ (Narmada Sangam) પાસે દરિયામાં નર્મદા પરિક્રમાવાસીઓની બોટ ફસાઈ હતી. જેને દહેજ મરીન પોલીસે અન્ય બોટની મદદથી તમામ 45 જેટલા પરિક્રમાવાસીઓને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. પોલીસની (Police) માનવતા આટલેથી જ અટકી ન હતી. તેમણે જાગેશ્વર મીઠી તલાઈ આશ્રમે યાત્રીઓ માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી.

  • દહેજ ખાતે દરિયામાં ફસાયેલા 45 પરિક્રમાવાસીને મરીન પોલીસે ઉગાર્યા
  • નર્મદા પરિક્રમાવાસીઓની બોટ નર્મદા સંગમ (લુવારા) પાસે દરિયામાં ફસાઈ ગઈ હતી
  • દરિયામાં પાણી ઓછું થઇ જતાં બોટ નર્મદા જેટીની સામે ફસાઇ ગઇ હતી
  • ઇનચાર્જ PI સહિત 6 જવાને અન્ય બોટ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડ્યું
  • પોલીસે યાત્રીઓ માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી

દહેજ મરીન પોલીસ દરિયામાં ફસાયેલા 45 પરિક્રમાવાસી માટે દેવદૂત બની હતી. દહેજ મરીન પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ.ગાગીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માહિતી મળી હતી કે, લુવારા નર્મદા જેટીની સામે દરિયામાં સામે કિનારે હાંસોટ તાલુકાના વમલેશ્વરથી બોટમાં બેસીને પરિક્રમાવાસીઓ નર્મદા જેટી ઉપર આવી રહ્યા હતા. દરમિયાન દરિયામાં પાણી ઓછું થઇ જતાં એક બોટ નર્મદા જેટીની સામે ફસાઇ ગઇ છે. જે હકીકત મળતાં પોલીસ નર્મદા જેટીએ પહોંચી ફસાઇ ગયેલી બોટમાં સવાર 45 જેટલા યાત્રીને બીજી બોટમાં બેસાડી સુરક્ષિત કિનારે લાવી નજીકમાં આવેલા મીઠી તલાઇ આશ્રમ (જાગેશ્વર) ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આ 45 પરિક્રમાવાસી માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top