નડિયાદ: કપડવંજ કસ્બામાં રહેતા શખસે બાળાને બાઇક પર બેસાડી લઇ જઇ, બંધ ઘરમાં તેની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં કોર્ટે ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. કપડવંજ કસ્બામાં રહેતા હામીરઅલી ઉર્ફે આમીરઅલી સૈયદઅલી સૈયદ (રહે.સૈયદવાડા,કસ્બા) એ તા.૧૮-૧-૨૦૨૦ ના રોજ ૧૫ વર્ષિય સગીરાને બાઇક પર બેસાડી કપડવંજના સુથારવાડા ચકલાના બંધ મકાનમાં લઇ જઇ આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કપડવંજ ટાઉન પોલીસ મથકે હમીરઅલી સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સરકારી વકીલ મૃગાબેન (પદ્માબેન) વી. દવે દ્વારા કરવામાં આવેલી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઇને ન્યાયાધિશ ડી.આર.ભટ્ટે આરોપી હામિરઅલીને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
ક્યા ગુનામાં કેટલી સજા
કલમ ૫૦૬(૨)માં બે વર્ષની સખત કેદ અને રૂ. બે હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા, કલમ 3૫૪ (ખ) ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા અને રૂ.૨,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ, પોક્સોની કલમ ૭ ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને રૂ. 3,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ. પોક્સોની કલમ ૧૨ ના ગુનામાં 3 વર્ષની કેદ અને દંડ. દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ. વળતર પેટે રૂ. ૫૦ હજાર ચૂકવવાનો હુકમ.