રાજ્યમાં કોરોનાના શનિવારે 71 કેસ નોંધાયા હતા, તો રવિવારે ઘટીને 56 સુધી પહોંચી ગયા છે. જ્યારે 32 દર્દીઓને રજા આપી દેવાઈ છે.આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં વડોદરા મનપામાં 13, અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8, જામનગર મનપામાં 4, કચ્છમાં 4, વલસાડમાં 3, અમરેલીમાં 2, નવસારીમાં 2, આણંદમાં 1, ભાવનગર મનપામાં 1, ડાંગમાં 1, ગાંધીનગર મનપામાં 1, ખેડામાં 1, મહેસાણામાં 1, મહેસાણામાં 1, નર્મદામાં 1, રાજકોટમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરા જિ.માં 1 એમ કુલ 56 કેસોનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યભમાં અત્યાર સુધીમાં કોરોનાના 8,28,133 કેસો નોંધાયા છે. એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. હાલમાં રાજ્યમાં 548 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે 542 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 817487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 10098 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયુ હતું. રાજ્યમાં રવિવારે 87,796 લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 3063 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 19366 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 9799 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 55182 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,53,00,128 લોકોને રસી આપવામાં આવી છે.