Gujarat Main

ડેંગ્યુ થયા બાદ ઊંઝાના ધારાસભ્ય આશાબેનની હાલત ગંભીર, મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે વેન્ટિલેટર પર

અમદાવાદ: (Ahmedabad) મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય (MLA) આશાબેન પટેલ (Asha Patel) હાલ ગંભીર હાલતમાં છે. ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક (The condition is serious) બની છે. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા છે. આશા પટેલને લઈ ઝાયડસ ડાયરેક્ટર ડો.વી.એન.શાહનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. 

બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેઓ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર સારવાર હેઠળ છે. ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઝાયડ્સ હોસ્પિટલ (zydus hospital) પહોંચ્યા હતા. સીએમ પટેલે કોઈ પણ જરૂર હોય તો રાજ્ય સરકાર તેમને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી છે. તો મંત્રી બ્રિજેશ મેરજા પણ તેમના હાલચાલ જાણવા પહોંચ્યા હતા. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આશાબેન પટેલ દિલ્હીથી પરત આવ્યાં પછી તેમને ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું તારણ સામે આવ્યું હતું. ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં તેમણે બે દિવસ સારવાર લીધી હતી. જોકે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં છે. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખાયાં હોવાનું સૂત્રો જણાવે છે. મંત્રી  બ્રિજેશ મેરજાએ હોસ્પિટલથી બહાર આવીને જણાવ્યુ હતું કે, આશાબેન હાલ બેભાન અવસ્થામાં છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. એમના પરિવારના સભ્ય તરીકે મળવા આવ્યો હતો. જલ્દી સ્વસ્થ થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. 

જણાવી દઈએ કે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયાં હતાં. 

Most Popular

To Top