રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 4 દિવસથી કેસની સંખ્યા 50 કેસથી વધુ નોંધાઈ રહી છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોધાયા છે. તો વળી, રાજ્યમાં આજે 28 કોરોના દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,17,389 દર્દીઓ સાજા થયા છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યમાં 3,75,888 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 459 થઈ છે, તેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 451 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 13, જામનગર શહેરમાં 10, સુરત શહેરમાં 9, વડોદરા શહેરમાં 6, રાજકોટ શહેરમાં 3, ભાવનગર શહેરમાં 2, ગાંધીનગર શહેરમાં 2, વડોદરા ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, વલસાડમાં 5, આણંદમાં 4, કચ્છમાં 3, રાજકોટ ગ્રામ્યમાં 1, તાપીમાં 1 નવો કેસ નોંધાયો છે.
બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,75,888 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે
રાજ્યમાં આજે 15 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 1648ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 12,048ને પ્રથમ અને 89,663ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમજ 18-45 વર્ષ સુધીના 36,890ને પ્રથમ ડોઝ અને 2,35,624ને બીજો મળી આજે કુલ 3,75,888 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,42,38,168 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.