Entertainment

કેટ-વિકીના લગ્નના ફંકશન શરૂ થઈ ચુક્યા છે ત્યારે આ કારણે બંને વિરુદ્ધ કરી ફરિયાદ દાખલ

રાજસ્થાનમાં(Rajasthan) એક તરફ જયાં કેટરિના અને વિકીના લગ્નના (Marriedge) પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં આ લગ્નના કારણે 6 થી 12 ડિસેમ્બર (December) સુધી ચોથ માતા મંદિર તરફ જતો રસ્તો બંધ (Close) રાખવામાં આવ્યો છે. જેની સામે રાજસ્થાનના એડવોકેટ નેત્રબિંદુ સિંહ જાદૌને કેટરીના, વિકી કૌશલ, સવાઈ માધોપુરના કલેક્ટર તથા હોટલ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ મંદિર હોટેલ સિક્સ સેન્સના (Six Senses) માર્ગમાં વચ્ચે આવે છે. હોટેલ મેનેજરે 6 થી 12 ડિસેમ્બર સુધી જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ મંદિર તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે. ફરિયાદ કરનાર એડવોકેટના મત મુજબ આ મંદિર સદીઓ જૂનું છે. અહીં દરરોજ ભકતો દર્શન કરવા આવે છે. રસ્તો બંધ થવાથી ભક્તોને હાલાકી થઈ રહી છે. 
 
એડવોકેટ નૈત્રાબિંદ સિંહ જાદૌને સિક્સ સેન્સ ફોર્ટ બરવારાના મેનેજર, સેલિબ્રિટી વેડિંગ માટેના સ્થળ, કેટરિના કૈફ, વિકી કૌશલ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ મંદિર તરફ જતો રસ્તો બંધ કરવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. માહિતી મળ્યા મુજબ ભક્તોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને મંદિરનો રસ્તો ખુલ્લો કરવાની વિનંતી પણ કરવામાં આવી છે. જાદૌને તેની ફરિયાદમાં કહ્યું કે તેને લગ્ન પ્રસંગ સામે કોઈ વાંધો નથી પરંતુ સામાન્ય માણસ અને ભક્તોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ચોથ માતાના મંદિરનો રસ્તો હોટેલ સિક્સ સેન્સની આગળની બાજુથી ખોલવો જોઈએ. 

જણાવી દઈએ કે ચૌથ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે. ચૌથ માતાના પ્રાચીન મંદિરમાંથી એક મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુરના ચૌથના બરવાડા ગામમાં અરવલ્લી પર્વત પર આવેલું છે. દર્શન માટે ભક્તોએ 700 પગથિયાં ચઢવા પડે છે. ચર્ચા છે કે વિકી-કેટ પણ લગ્ન બાદ 700 પગથિયાં ચઢીને માતાનાં દર્શને જશે.
 
મળતી માહિતી મુજબ સલમાન ખાનના અંગત અંગરક્ષક શેરાની સુરક્ષા ટીમ, ટાઇગર સિક્યોરિટી સર્વિસિસ, સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં વિકી અને કેટરિનાના લગ્નની સુરક્ષા કરશે. આ લગ્નમાં વરુણ ધવન, શશાંક ખેતાન, રોહિત શેટ્ટી, નતાશા દલાલ, કરણ જોહર, કબીર ખાન, આલિયા ભટ્ટ, બોસ્કો માર્ટીસ, અંગદ બેદી, નેહા ધૂપિયા, અનૈતા શ્રોફ, અનુરાગ કશ્યપ અને આદિત્ય હાજરી આપશે. આ લગ્નમાં મહેમાનોએ ફરજિયાત RT-PCR કરાવવું પડશે. રાજસ્થાનના જિલ્લા કલેક્ટરે અગાઉ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, "120 મહેમાનો તમામ COVID-19 પ્રોટોકોલનું પાલન કરશે અને સંપૂર્ણ રસીવાળા મહેમાનોને જ લગ્નમાં પ્રવેશ મળશે.

Most Popular

To Top