કેટલાક સમયથી સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેમ કે દુધ, શાકભાજી, ખાદ્યતેલ, વીજળી, પેટ્રોલ અને રાધણ ગેસ વિગેરે અહીં ગંભીર પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભૂતકાળમાં જે તે સમયની સરકાર દ્વારા જાહેર જનતાની કે પ્રશ્ન વિરોધમાં લેવાયેલા નીર્ણયો સામે સરકારનો પ્રચંડ વિરોધ અને આંદોલનો થતા અને પ્રજા શક્તિ સાથે સરકારે આ નિર્ણયો પાછા લેવા મજૂર થવુ પડતું જેનો તાજેતરનો દાખલો ખેડૂતોની એકતા અને વિરોધ સાથે સરકારે કૃષિ કાયદા રદ કરવા પડ્યા. ભારત લોકશાહી દેશ છે લોકો દ્વારા લોકો માટે ચાલતો દેશ છે તો ભારતની જનતા એમની શક્તિ અંગે જાગૃત થાય, તેમના હક્ક અંગે જાગૃત થાય,અને પ્રજા વિરોધી સરકારના કોઈપણ નિર્ણય અંગે વિરોધ અને અહિંસક આંદોલન કરી સરકારને લોકશાહીની શક્તિ બનાવવાનો સમય હવે આવી ગયો છે માટે ‘જાગો જના જાગો’’
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જનતા જાગૃત થાય? સરકારનો નહીં, લોકોનો દેશ છે
By
Posted on