મ્યાનમાર: મ્યાનમાર(Myanmar)માં કોરોનાનો નિયમ ભંગ કરવા બદલ એક વ્યક્તિને 4 વર્ષની જેલ થઈ છે. આ ચાર વર્ષની જેલ(Jail) કોઈ સામાન્ય નાગરિકને નથી થઈ પણ મ્યાનમારના લોકતંત્રને સમર્થન આપનાર યાંગ સાન સુ કી (Aung san Suu Kyi)ને થઈ છે. નોબેલ સમ્માન મેળવી ચૂકેલા સુ કીને સરકારે સજા ફટકારતાની સાથે જ સરકારની નિતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે. 76 વર્ષય સુ કીના વિરુદ્ધ માં ઘણા કેસ ચાલી રહ્યા છે. એક લીગલ ઓફિસરે સુ કીને આ સજા અંગે જાણકારી આપી હતી.
ગત વર્ષે નવેમ્બરમાં ચૂંટણીના એક કાર્યક્રમમાં સૂ કી અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ તેમના પર કેસ ચાલી રહ્યો હતો અને આ કેસમાં જ તેમને 4 વર્ષની સજા આપવામાં આવી છે. સુ કી પર ચાલી રહેલા કેસથી મિડીયા અને લોકોથી દૂર રાખવામાં આવ્યા છે. મ્યાનમારની રાજનિતી સમજનાર લોકોનું કહેવું છે કે સુ કીને આગામી ચૂંટણીથી દૂર રાખવા અને તેમની છબી ખરાબ કરવા માટે આવા ઘણા કેસ તેમની પર ચલાવામાં આવી રહ્યા છે. અને આ કેસ પણ તેમની છબી ખરાબ કરવા માટે જ ચલાવવામાં આવી રહ્યો છે. કારણ કે મ્યાનમારના સંવિધાન મુજબ જે વ્યક્તિને જેલની સજા થાય છે તે વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર રહેતો નથી. આ સિવાય તેઓ કોઈપણ સંવૈધાનિક પદ પર પણ બેસી શકે નહીં.
ઉલ્લખનીય છે કે મ્યાનમારના સૈન્ય શાસને સૂ કીને સત્તાથી પરથી હંમેશા માટે બેદખલ કરવા આવા અનેક કેસો કરવામાં આવ્યા છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીમાં મ્યાનમારની લોકતંત્રમાં સત્તાપલટો થયો હતો. અને સૂ કીના સમર્થન વાળી સરકારને સત્તા પરથી તેને હકાલી દેવામાં આવી હતી. સુ કીને સજા ફટકારયા બાદ મ્યાનમારના અનેક શહેરોમાં તણાવવાળી સ્થિતિ પેદા થઈ હતી. રવિવારે સુ કીના સમર્થનમાં ઘણા વિસ્તારોમાં પ્રદર્શન થયા હતા અને લોકશાહીના નેતાને છોડાવવા માટે માંગ કરવામાં આવી હતી. વિશ્વમાં મહિલાઓ માટે સશક્તિકરણ અને લોકતંત્રમાં સંઘર્ષનું પ્રતીક બનેલ સૂ કી નોબલ સન્માન મેળવી ચૂક્યા છે. મ્યાનમારની સરકારની નીતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે.