એક દૈનિક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે માંડવીની તેજસ આંખની હોસ્પિટલમાં ૧૦ વર્ષમાં ૧ લાખ ઓપરેશન કરવામાં આવ્યાં છે. દિવ્ય જ્યોત ટ્રસ્ટ સંચાલિત સો બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ માંડવી જેવા આદિવાસી વિસ્તારના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. મહત્ત્વની વાત એ છે કે આ હોસ્પિટલમાં જન સમુદાય આધારિત કામગીરી ધ્યાનમાં રાખતાં મહદ્ અંશે નિ:શુલ્ક અને કયારેક રાહત દરે ઓપરેશન થાય છે.
માત્ર ૪૦ બેડની આંખની હોસ્પિટલથી શરૂ કરેલી યાત્રા દસ વર્ષને અંતે ૧૦૦ બેડ અને આઇ કેર ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચી છે. આવી સિદ્ધિ મેળવવા બદલ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલના પ્રમુખ ભરતભાઇ શાહ, મંત્રી નલિનભાઇ શાહ , ઉપપ્રમુખ અને સ્વભાવે એકદમ શાંત પ્રકૃતિ ધરાવતા તથા સેવા જ જેમનો ઉદ્દેશ કહો તો ઉદ્દેશ અને ધ્યેય કહો તો ધ્યેય છે તેવા ડોકટર તરીકે અમૂલ્ય સેવા આપતા ઉદયભાઈ ગજીવાલા અને સમગ્ર સ્ટાફના અથાગ પ્રયત્નોને આભારી છે. આ આંખની હોસ્પિટલ માંડવી જેવા આદિવાસી વિસ્તાર માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સાચા અર્થમાં આ હોસ્પિટલ માનવતાની મહેક પ્રસરાવે છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે