વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ ફરકાવીને નીચે લાવે છે. એ દરમ્યાન સરહદ ખુલ્લી મુકીને આ એક પ્રોગ્રામનું આયોજન થાય છે. સૈનિકો વિવિધ પ્રકારનો પ્રોગ્રામમાં પરેડ કરે છે તેમજ દેશ ભક્તિના ગીતો પણ ગવાય છે. આખુ સ્ટેડિયમ ચકાચક ભરાય છે. આ દરમ્યાન ત્યા બેઠેલાને દેશભક્તિની ફીલીંગ આવી જ જાય છે આમ પણ આપણી સરહદ પણ રક્ષા કરનાર સૈનિકને સલામ છે જ પરંતુ તેમાં આ નજારો એકવાર તો જોવા જેવો જ છે પ્રેક્ષક ગણોમાંથી છોકરીઓને ઝંડો લઈને દોડાવે છે તે જોતા આપને આપના દેશ માટે ગર્વ અનુભવીએ છીએ. ભારતમાં જોવા લાયક સ્થળો હિલ સ્ટેશન જાત જાતના શહેરો તો છે જ પરંતુ વાધા બોર્ડર જોવા એક વાર તો જેવું જ જોઈએ. સૈનિકોની પરેડ જોવા લાયક છે તેમનો નજારો જોઈને એક અદભૂત રોમાંચ અનુભવાય છે. વાધા બોર્ડર જોવા માટે સમય ફાળવો.
સુરત – કલ્પના વૈદ્ય -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એકવાર તો જાઓ વાઘા બોર્ડર જોવા
By
Posted on