Vadodara

પાલિકાની સભામાં કોંગ્રેસનો ફ્લોર પર બેસી વિરોધ : વૉકઆઉટ

હતી જેમાં વિપક્ષે પ્રજાને પડતી મુશ્કેલીઓ ના પ્રશ્નો રજુ કરતા સભાના અધ્યક્ષ મેયર કડક બનતા કોંગી સભ્યો પ્લોટ પર બેસીને વિરોધ ચાલુ રાખ્યો હતો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં આખરે કોંગ્રેસના પાંચ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. અને બહુમતી ના જોરે દરખાસ્તો મંજૂર કરી દેવામાં આવી હતી. મહાનગરપાલિકા ખાતે સયાજીરાવ સભાગૃહમાં વિકાસને લગતી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા શરૂ થતા વિપક્ષે પ્રજાને પડતી મુશ્કેલી પ્રજાને પ્રશ્નોને લઈને સામાન્ય સભામાં રજૂઆત કરતા સભાના અધ્યક્ષ મેયર કેયુર રોકડિયા કડક બન્યા હતા અને વિપક્ષ ના સભાસદોને હતું કે સામાન્ય સભામાં ચર્ચા કરવાની નહીં તો કામ ઉપર જ ચર્ચા કરવી. વિપક્ષે કહ્યું હતું કે કામ ના થતું હોય તો રજૂઆત કરવી પડે. તમે સત્તા પર છો. કોંગ્રેસના જહા ભરવાડે કહ્યું હતું કે લોકોના પ્રશ્નો રજૂ કરવા અમારી સભાસદ તરીકે ફરજ છે, મેયર કડક બનતા કહ્યું હતું કે તમે લોકોના પ્રશ્નો ના સાંભળતા તમે સભાને બાનમાં લઇ રહ્યા છો, જ્યારે મેયરે વિપક્ષને કહ્યું કે તમે  સભાને બાનમાં લઇ રહ્યા છો તેવા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરાયા હતા.

અગોરા મોલના ડેવલપર દ્વારા નદી પરના દબાણ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યો હતો.કોંગ્રેસ સભાના બહિષ્કારની સાથે સાથે સભ્યો ફ્લોર પર બેસી ગયા હતા. પૂર્વ વિપક્ષી નેતા ફ્લોર પર બેસીને રજૂઆત કરતા હતા ત્યારે ભાજપના સભ્યોએ ફ્લોર પર બેસીને નહીં પરંતુ ઊભા થઈને રજૂઆત કરો તેમ કહેતા ભાજપ અને કોંગ્રેસ આમને સામને સભાસદો આવી ગયા હતા. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે જો તમે એક્ટની વાત કરતા હોય કે નીચે બેસીને કોઈ સભાસદ રજૂઆત ન કરી શકે, તો પક્ષના નેતા કલ્પેશ લીમ્બાચીયા દંડક ચિરાગ બારોટને એકટ વિરુદ્ધ પાલિકા દ્વારા લાભો આપવામાં આવે છે તે ગાડી અને મોબાઇલ સહિત લાભો પાછા લેવા જોઈએ અને  વિપક્ષનું પદ પણ આપવું જોઈએ.

જો કે મેયરે જણાવ્યું હતું કે વિપક્ષે કોર્ટમાં કેસ કર્યો છૅ. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ કરવામાં આવે છે તો સફાઈ સેવકો જે બીમારીથી પીડાય છે તેઓને કોન્ટ્રાક્ટ બેઝ નહીં પરંતુ કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે રકઝક થતાં આખરે કોંગ્રેસના સાત સભ્યોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કરી હતી. ત્યારબાદ સામાન્ય સભામાં બહુમતીના જોરે વિકાસના કામો મંજૂર કરી દેવામાં આવ્યા હતા.

ઢોર પાર્ટી માટે SRP ટીમની દરખાસ્ત મંજૂર કરાઈ

સામાન્ય સભામાં મેડિકલ રીએમ્બર્સમેન્ટ માટે કર્મચારી દ્વારા રજૂ થયેલા મેડિકલ બિલોના ચૂકવણી માટે બજેટ મંજુર થયેલ રકમ 5 લાખ વધારો ખર્ચ કરવાની મંજુર કરવામાં આવ્યું હતું. કોવિડ 19 માં માનવદિન તરીકે ફરજ બજાવતા માનવદિન તરીકે સમાવેશ કરવાના બાકી રહી જતા ઓછામાં ઓછી 60 ટકા હાજરી ધરાવનાર 15 ઇસમોને માનવદિન તરીકે મંજૂરી આપી છે. શહેરને ઢોર મુક્ત બનાવવાના અભિયાનને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુ રાજ્ય સરકાર દ્વારા એસઆરપીની કંપનીની દરખાસ્ત પણ મંજૂર કરી હતી. ગેંડા સર્કલ થી મનીષા ચાર રસ્તા ચકલી સર્કલ પાસે લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમા બ્રિજ ની કામગીરી દરમિયાન ટેમ્પરરી  ઉત્તર પશ્ચિમ તરફ આવેલા આઇલેન્ડમાં કરી બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળે પુનઃસ્થાપના કામગીરી કરવાની હોય તે પણ મંજૂરી કરવામાં આવી હતી.

ભ્રષ્ટાચાર ઉજાગર ન થાય તે માટે વિપક્ષને દબાવી દેવામાં આવે છે

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ઉજાગર ન થાય તે માટે વિપક્ષ ને બોલવામાં આવતા નથી. સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના ભાજપના પૂર્વ મંત્રીએ ૨૦૦૦ કરોડનો ચૂનો લગાવ્યો હતો. પાલિકાના દબાણ તોડી નાખ્યું ૧૮ મહિનામાં મકાન વિસ્થાપિતોને બનાવવાની વાત કરી હતી પાંચ વરસ નો સમય થઈ ગયો હોવા છતાં પણ છેલ્લા 15 મહિનાથી ભાડું આપવામાં આવ્યું નથી અને મકાન પણ બનાવવા આપ્યા નથી.

Most Popular

To Top