વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દૂષિત પાણી મામલે 2019માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ એ કાર્યપાલક ઇજનેર ,એડી. સિટી એન્જિનિયર પાણી પુરવઠા ને સસ્પેન્ડ કર્યા હતા .અને પૂજા કન્સ્ટ્રકશન અને રાજકમલ બિલ્ડર્સ ને બ્લેક લિસ્ટ સાથે પેનલ્ટી ભરાઈ હતી.. ત્યારે હાલના અધિકારીઓ અને શાસકો દ્વારા સસ્પેન્ડ થયેલા અધિકારીઓ ને પરત લેવાનો અને કોન્ટ્રાક્ટર જેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે તેને પાછા લેવાનો આવી રહ્યા છે. મહાનગરપાલિકા જે ભ્રષ્ટાચારથી ખદબદે છે. 2 વર્ષ અગાઉ વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં બે પાણીનું ટાંકીનો પાણી પીવા લાયક નથી તેઓ પબ્લિક હેલ્થ લેબોરેટરીએ 2019 રિપોર્ટ આપ્યો હતો.
ત્યારબાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ એ કડક કાર્યવાહી કરતા જવાબદાર અધિકારી કાર્યપાલક ઇજનેરને મનસુખ વાગડા, રાજેશ ચૌહાણ અને એડિશનલ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મે 2019 માં પૂજા કન્સ્ટ્રક્શન કંપનીને રાજેન્દ્ર ભાઈ વિભાકરને દસ વર્ષ માટે બ્લેક લિસ્ટ અને ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે રાજકમલ બિલ્ડર્સ અને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ અને ૫૦ લાખ ની પેનલ્ટીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સસ્પેન્ડ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને પરત લેવાનો જસ હાલના શાસકોને જાય છે. પૂજા કન્સ્ટ્રક્શન કંપની હાઇકોર્ટમાં ગયું હતું જ્યાં કોર્પોરેશન હારી ગયું હતું અને તે જવાબદાર અધિકારીઓ અને હોદેદારો અપીલમાં પણ ગયા ન હતા. શહેરને દુષિત અને ગંદુ પાણી પીવાડાવનાર અધિકારીઓ અનેક કોન્ટ્રાક્ટરને હાલના શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ પરત લેવા માગે છે. શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં સુવેઝ શાખા અટલાદરા 43 એમમેલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરવાના કામે ઇજારદાર પૂજા કન્સ્ટ્રકશન કંપનીને દરખાસ્ત મંજૂર થાય તો નવાઈ નહીં.