વલસાડ : (Valsad) વલસાડ જિલ્લાના કપરાડા પોલીસે (Police) ખડકવાલ ગામના એક ઘરમાંથી રૂપિયા 40ની કિંમતનો 2 લીટર દેશી દારૂ (Liquor) મળી આવ્યો હતો. જ્યારે ઘટનામાં એક ઈસમ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી અનાર્મ પો.કો.દિનેશભાઈ માદીયાભાઈ પાડવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મળેલી બાતમીના આધારે ખડકવાલ ગામના સુંદર ફળિયામાં રામાભાઈ લખમાંભાઈ ભુમડાના ઘરમાં છાપો મારતા ઘરના ઓટલા પર થમ્સ અપ બોટલમાં ભરેલો રૂપિયા 40ની કિંમતનો 2 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે રામાંભાઈ લખમાંભાઈ ભુમડા સામે કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કલસર-પાતલિયા ચેકપોસ્ટ પાસેથી 6.96 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ
પારડી તાલુકાના કલસર-પાતલિયા ચેકપોસ્ટ પર દમણથી આવતા ટેમ્પોમાં લઇ જવાતો 5076 દારૂની બોટલ સાથે બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. કલસર ચેકપોસ્ટ પાસે ટેમ્પો આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા કંપનીનો માલ સમાન પ્લાસ્ટિક ટ્યુબ લઇ જતો હોવાનું ચાલકે જણાવ્યું હતું. ખોટી બિલ બનાવી પોલીસને બતાવી હતી. પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતા પુંઠાના બોક્ષમાં દારૂની બોટલ નંગ 5076 જેની કિં.રૂ. 6.96 લાખ, ટેમ્પાની કિં. રૂ. 5 લાખ મળી કુલ રૂ. 12 લાખ 2 હજાર 500નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ચાલક દેવકરણ ઉગમારામ ગુર્જર (રહે. સુરત કામરેજ મૂળ રહે રાજસ્થાન) અને દિલખુશ કૈલાશચંદ્ર દરોગા (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. તેમજ પ્રોહિબિશનનો જથ્થો ભરેલો ટેમ્પો આપનાર બે ઈસમોને વોન્ટેડ બતાવ્યો હતો. અને દારૂનો જથ્થો મંગાવનાર રાજુ મારવાડી સોહનલાલ શર્મા (રહે. માંડવી તા. સુરત)ને પણ વોન્ટેડ બતાવ્યો હતો. પારડી પોલીસે પ્રોહિબિશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.