Dakshin Gujarat Main

વાપી નગરપાલિકામાં ફરી એકવાર ભગવો લહેરાયો: કોંગ્રેસની શરમજનક હાર, આપનું ખાતું પણ ખૂલ્યું નહીં

વાપી : વાપી (Vapi) નગરપાલિકાની ચૂંટણી( Election) માં ભાજપ (BJP) ની બહુમતી સાથે જીત થઇ છે. કુલ 43 બેઠકોમાંથી 37 બેઠક પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ (Congress) ની 7 અને આપ( AAP) નું હજી ખાતું ખુલ્યું નથી. બહુમત સાથે જીત મળતાં ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. 37 બેઠકો પર જીત મળતાં કાર્યકરો દ્વારા ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 109 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતાં પરંતુ 1 બેઠક પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ થયું હતું. વાપી પાલિકાની ૪૩ બેઠકો માટે ૧૨૯ બુથમાં રવિવારે મતદાન થયું હતું. જેમાં સૌથી વઘુ મતદાન વોર્ડ નં.૧માં બુથ નં.૬માં ૭૮.૩૮ ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નં. ૧૦માં બુથ નં.૨માં ૩૧.૮૬ ટકા નોંધાયું હતું..

વાપીની પીટીસી કોલેજની બિલ્ડીંગમાં સવારથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. ઇવીએમથી (EVM) મતગણતરી કરવામાં આવી હતી. જેમાં 43 બેઠક પર 37 બેઠક ભાજપના નામ પર થઇ છે. વાપી પાલિકાની ચૂંટણીની મતગણતરી માં વોર્ડ નં.1,2,4,5,7,8,9,10 તેમજ 11માં ભાજપની પેનલના ઉમેદવારનો વિજય નોંધાયો છે સાથે જ 37 સીટ પર ભાજપે જીત મેળવી છે. બીજી તરફ વોર્ડ નં.6 માં કોંગ્રેસની પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે. જે કોંગ્રેસના કાર્યકરો માટે ખુશીની વાત છે. બીજી તરફ આપ (AAP)નું ખાતું ખુલ્યું નથી. તો બીજી તરફ મહુવા તાલુકાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મહુવરિયા બેઠક પર ભાજપનો વિજય થયો છે જે અગાઉ ટર્મમાં કોંગ્રેસની સીટ હતી જે હવે ભાજપે આંચકી લીધી છે. ગત ચૂંટણી વખતે પણ કંઇક આવું જ પરિણામ હતું. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વાપીભાજપ માટે ગઢ રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે જે અપેક્ષા હતી તે પ્રમાણે જીત હાંસલ કરી છે અને કાર્યકર્તાઓની મહેનતને કારણે ભાજપ જીત્યુ છે.

ઉલ્લેખનીય છે કે 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી વાપી નગરપાલિકાની જીત બીજેપી માટે ઘણી મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે નગરપાલિકાની ચૂંટણીની અસર સીધી વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે. વાપી નગકપાલિકાની ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સાથે 129 બુથો પર મતદાન યોજાયું હતું જેમાં 55 ટકા મતદાન થયુ હતું. 28 બુથો સંવાદનશીલ હોવાના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Most Popular

To Top