દૈનિકના તાજેતરના ચિંતાજનક એક સમાચાર અન્વયે મહારાષ્ટ્રમાં એક સગીરા સાથે છ માસમાં વિક્રમ એવી સંખ્યાના 400 લોકોએ દુષ્કર્મ કરેલ હતું. બાળ કલ્યાણ સમિતિને આપેલા નિવેદનમાં આ પીડિત સગીરાએ જણાવેલ હતું કે મારી સાથે અનેક જણે દુષ્કર્મ કરેલ હતું, જેમાં કાયદાના જ રક્ષક એવા એક પોલીસનો પણ સમાવેશ થાય છે. આપણા દેશમાં ત્રણ વર્ષમાં બાળકોની જાતિય સમસ્યાના 24 લાખ કેસો નોંધાયેલ છે. આ 24 લાખ કેસમાં 80 ટકા કેસ પીડિતાના છે. આપણા દેશમાં છેલ્લાં આઠ વર્ષમાં (વર્ષ 2012 થી 2019) દુષ્કર્મના 2.66 લાખ કેસ થયેલ છે. વર્ષ 2018 માં ફકત 27 ટકા લોકોને જ સજા થયેલ છે.
જે ફાસ્ટ કોર્ટને જ આભારી છે. દેશમાં છેલ્લાં દસ વર્ષમાં દુષ્કર્મની ઘટનાઓમાં 31 ટકાનો વધારો થયેલ છે. ગયા વર્ષે દુષ્કર્મોના સૌથી વધુ કેસ રાજસ્થાનમાં થયેલા જેનો આંકડો 6000 કેસના અને ઉત્તરપ્રદેશમાં 3065 કેસ બહાર આવેલ છે, જે દેશ અને સમાજ માટે ચિંતાનો વિષય છે. અમેરિકાએ તાજેતરમાં બહાર પાડેલ નવી ટ્રાવેલ એડવાઇઝરી પ્રમાણે પોતાના દેશના પ્રવાસીઓને ભારત અને પાકિસ્તાનના પ્રવાસ કરતા સમયે આતંકવાદ અને રેપની ઘટનાથી બચવાની સલાહ અપાયેલ છે.
આપણા દેશ માટે નામોશીભરી સલાહ જ ગણી શકાય. અમેરિકાએ ભારત માટે લેવલ-2 (સાવધાની સાથે પ્રવાસ કરવો) અને પાકિસ્તાન માટે લેવલ-3 (પ્રવાસમાં જવા બાબતે ફેરવિચારણા કરવી)ની એડવાઇઝરી જાહેર કરેલ છે. અમેરિકાએ મહિલાઓને એકલા પ્રવાસ ન કરવાની પણ સલાહ એડવાઇઝરીમાં આપેલ છે. આવી સજા નપુંસકતાની (ખસી કરવાની) આ સજા ફાંસી અને ઉમરકેદ કરતા હળવી પણ જિંદગી માટે અસરકારક ગણી શકાય. આવી સજા સાઉથ કોરિયા, પોલેન્ડ, ચેક રીપબ્લીક અને અમેરિકાના કેટલાંક રાજયોમાં અમલી છે. કેન્દ્ર સરકારે આ બાબતે યોગ્ય કરવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.