Dakshin Gujarat

ચીખલીના ખેડૂતો માટે સારા સમાચાર: વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેમાં જમીન-મિલકત કપાતમાં જતી હશે તો આ નિયમ મુજબ વળતર મળશે

ઘેજ: ચીખલી (Chikli) તાલુકામાં દિવાળીના (Diwali) પર્વ બાદ વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેના (Vadodara Mumbai Express Way) વળતર સંદર્ભે ખેડૂતોને (Farmers) સાથે રાખી સર્વેની (Survey) કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવતા મોટી રાહત થવા પામી છે. ચીખલી તાલુકામાં જિલ્લા કલેક્ટરના (District Collector) આદેશ બાદ શરૂ કરાયેલી વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેના સર્વેની કામગીરી થોડા સમય માટે ખોરંભે પડી હતી. હવે દિવાળીના પર્વ બાદ બાગાયત વિભાગ, વન વિભાગના સ્ટાફ સાથેની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને આર્બિટ્રેટરના હુકમ મુજબ નવેસરથી જમીન – મિલકત તથા ઝાડોની વળતરના એવોર્ડ તૈયાર કરવામાં આવશે અને તે માટે ખેડૂતોને સાથે રાખી રીસર્વેની કામગીરી હાઇવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં જમીનનું ઊંચુ વળતર સાથે ફળાઉ ઝાડોની પણ બે – ઘણી રકમ મળનાર છે.

સર્વેની કામગીરી ખોરંભે પડતા ખેડૂત અગ્રણીઓની રજૂઆત બાદ ફરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલા ખેડૂતોને રાહત થવા પામી છે. ખૂંધ બાદ ઘેજ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાતા એપીએમસી ચેરમેન કિશોરભાઇ પટેલ, ખેડૂત સમન્વય સમિતિના રિંકુભાઇ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ વિગેરેએ ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ વિનોદભાઇ, ડેપ્યુટી સરપંચ કમલેશભાઇ, સ્થાનિક આગેવાન ખંડુભાઇ, ડી.બી. પટેલ સહિતનાઓ સાથે સર્વેની કામગીરીના સ્થળની મુલાકાત કરી ખેડૂતોને સર્વે દરમ્યાન પડતી હાલાકીઓ, મૂંઝવણો અંગેની રજૂઆતો સાંભળી ચેરમેન કિશોર પટેલે ખેડૂતો અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

Most Popular

To Top