Vadodara

મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કામદારોના દેખાવો

વડોદરા: 26 નવેમ્બરના 2020 ના રોજ કામદારો દ્વારા કરાયેલ ભારત બંધ તથા ખેડૂત આંદોલનના 1 વર્ષ પુરા થયા તે ઉપલક્ષમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આજે સમગ્ર ભારતમાં કામદારોના વિવિધ પ્રશ્ન તથા ૪ લેબર કો[ પાછા ખેંચવાની માગણી સાથે અને ખેડૂત આંદોલનની જીતને વધાવા સમગ્ર દેશમાં દેખાવમાં ધરણા રેલી જિલ્લાના વિવિધ કાર્યક્રમો કરવા માટેનું નિર્ણય લેવાયું હતું. જેના ભાગરૂપે આજે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના નેજા હેઠળ વડોદરાના કેન્દ્રીય ટ્રેડ યુનિયનો તથા સ્થાનિક ટ્રેડ યુનિયનો સાથે મળીને રેલવે સ્ટેશન પાસે ત્રિકોણ ડીવાઈડર ઉપર દેખાવોનો કાર્યક્રમ યોજ્યો હતો. કામદાર વિરોધી ચાર લેબર કોડ પાછા ખેંચો, લઘુત્તમ વેતન વધારો કરો, સંઘર્ષશીલ ખેડૂતોને ક્રાંતિકારી અભિનંદન, દુનિયા કી મજદુર એક હો વગેરે સુત્રોચ્ચારો કરી ૫૦થી ૭૦ જેટલા કામદારો દેખાવ કર્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા કામદાર અગ્રણી પી. કે. વાલંજ, સંતોષ પવાર, અશોક કહાર, તપન દાસગુપ્તા, ધનજીભાઈ પરમાર, નઈમ શેખ, વિજય પંચાલ તથા અન્ય અનેક કામદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top