Gujarat

ગાંધીનગરમાં 12 ડિગ્રી ઠંડી – બે-ત્રણ દિવસ પછીથી ઠંડી ઘટશે

રાજયમાં હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે બેથી ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે ગાંધીનગરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી રહયો હતો. ગાંધીનગરમાં રાત્રીના સમયે તથા વહેલી સાવરે તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 17 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે.,રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top