રાજ્યમાં હમણાં ઠંડીમાં સહેજ ઘટાડો થયો છે. દિવસે રાજ્યમાં ગરમીનો પારો 32થી 34 સુધી ઉંચે જવા પામ્યો હતો. જ્યારે ઠંડીનું પ્રમાણ પણ ઘટી ગયુ છે. ખાસ કરીને રાજ્યમાં કચ્છના નલીયામાં 18 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. અરબી સમુદ્ર પરથી સરકીને આવેલા લો પ્રેશર અસર હેઠળ ઠંડી ઘટી છે. જો કે આગામી 24 કલાક બાદ ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 23 ડિ.સે., ગાંધીનગરમાં 21 ડિ.સે., ડીસામાં 21 ડિ.સે., વડોદરામાં 23 ડિ.સે., સુરતમાં 26 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 20 ડિ.સે., નલિયામાં 18 ડિ.સે., ભાવનગરમાં 25 ડિ.સે., રાજકોટમાં 22 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 23 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.