કોંગ્રેસ (Congress) હાઇકમાન્ડ રાજસ્થાન સરકારમાં (Rajasthan Government) મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) આજે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ પર કેબિનેટની (Cabinet) બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા છે. આ પહેલાં અશોક ગેહલોત ત્રણ મંત્રીઓના (Minister) રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. આવતીકાલે નવા મંત્રીઓનું શપથગ્રહણ થઈ શકે છે.
રાજસ્થાનમાં ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. રાજસ્થાનમાં પ્રધાનમંડળમાં ટૂંક સમયમાં વિસ્તરણ થશે. તેને પગલે ગેહલોતના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. આ સાથે રવિવારે બપોરે 2 વાગે પાર્ટી ઓફિસ ખાતે બેઠક બોલાવવામાં આવી છે. આ અંગે કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકન અને CM અશોક ગેહલોતે મંત્રીઓ સાથે ચર્ચા કરી છે. બીજી બાજુ રઘુ શર્મા અને ગોવિંદ સિંહ ડોટાસરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 21 નવેમ્બરના રોજ અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાઇ શકે છે અને આજે સાંજે સીએમ ગેહલોત રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકારના 3 મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા, હરીશ ચૌધરી અને રઘુ શર્માએ રાજીનામું આપી દીધું હતા. મળતી માહિતી પ્રમાણે રાજભવનમાં શપથગ્રહણની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
નવા મંત્રીમંડળમાં સચિન પાયલટ છાવણીમાંથી મંત્ર પદ માટે જે સંભવિત નામ સામે આવી રહ્યા છે તેમાં હેમારામ ચૌધરી, બૃજેન્દ્ર ઓલા, દિપેન્દ્ર સિંહ શેખાવત, રમેશ મીણા અને મુરારીલાલ મીણા છે. જ્યારે ગેહલોત છાવણીમાંથી બીએસપી માંથી રાજેન્દ્ર ગુઢા, અપક્ષ-મહાદેવ ખંડેલા, સંયમ લોઢા, કોંગ્રેસ ધારાસભ્ય-મહેન્દ્રજીતા સિંહ માલવીય, રામલાલ જાટ, મંજૂ મેઘવાલ, જાહિદા ખાન અને શંકુતલા રાવતના નામોની ચર્ચા છે.