Dakshin Gujarat Main

અંકલેશ્વરની હાઈસ્કૂલના આચાર્યએ વૃક્ષ પર ફાંસો ખાઈ આપઘાત કર્યો, વિદ્યાર્થીનીના આક્ષેપ બાદ હતાશ હતા

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) સજોદ વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલના (Sajod Sarvjanik Highschool) આચાર્યએ (Principal) આપઘાત (Suicide ) કરી લીધો છે. પગુથણ પાસે વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં આચાર્યનો મૃતદેહ (Dead body ) મળી આવ્યો છે. પાંચ દિવસ પહેલાં જ 49 વર્ષીય આચાર્ય પર તેમની જ એક વિદ્યાર્થીને (Student) શારીરિક અડપલાંનો (Molestation) આક્ષેપ કર્યો હતો. ત્યારથી જ આચાર્ય આઘાતમાં હતાં. હતાશ થયેલા આચાર્યએ આજે જીવન ટૂંકાવી દીધું હતું. આચાર્યએ આપઘાત કરતા પહેલાં એક ડાયરી લખી છે, જેમાં તેમને આપઘાત માટે મજબૂર કરનારા કસૂરવારો વિશે લખ્યું હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

  • પાંચ દિવસ પહેલા જ ધો.10 ની છાત્રાને ગણિતના ડાયરા આપવા શાળાએ બોલાવી, કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી
  • 49 વર્ષીય આચાર્યનો પગુથણ પાસે વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
  • વડોદરાની નિર્ભયા બાદ ભરૂચમાં પણ આચાર્યની વધુ એક ડાયરીમાં આપઘાત કે હત્યા કારણ અકબંધ
  • અંકલેશ્વર રહેતા આચાર્યના પરિવારજનો પહેલા જ ઘર છોડવા મજબૂર બન્યા હોવાની વિગતો બહાર આવી રહી છે
  • ડાયરીમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવા સહિતની આપવીતી વર્ણવી હોવાની મળતી માહિતી
  • આચાર્યને તેની જ વિધાર્થીનીના ખોટા કેસમાં ફસાવનાર લોકોના નામ પણ ડાયરીમાં હોવાની શક્યતા

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડીયાળીનો મૃતદેહ પગુથણ ગામ પાસે વૃક્ષ પર લટકતો મળ્યો હતો. અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને આક્ષેપો કરાયા હોવાની તેમજ પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યા હોવાનો ઉલ્લેખ હોવાનું મનાય રહ્યું છે. ઘટના સ્થળેથી એક બેગ પણ મળી આવી છે. બીજી તરફ વડોદરા બાદ ભરૂચમાં પણ ગળેફાંસો ખાધા બાદ મળેલી ડાયરી વચ્ચે આપઘાત કે હત્યાનું રહસ્ય પણ અકબંધ મનાઈ રહ્યું છે. આચાર્ય ઉપર છેડતીની ફરિયાદ થયા બાદ તેમના ઘરે ગ્રામજનો આવતા હોય અને તેમના પરિવારે પણ મજબૂર થઈ ઘર છોડ્યું હોવાની પ્રાથમિક વિગતો ચર્ચાઇ રહી છે.

તમને જણાવી દઈએ કે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના દાખલા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પહેલા નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આચાર્ય વિરેન ઘડિયાળી અને તેમના પરિવારનું જીવવું દુષ્કર બન્યું હતું.

Most Popular

To Top