Dakshin Gujarat

સહેલાણીઓને હવે સાપુતારામાં પેરામોટર અને હોટ એર બલૂનનો પણ લાભ મળશે

સાપુતારા: (Saputara) શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી વેકેશનમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે સાપુતારામાં પેરાગ્લાઈડિંગ, બોટિંગ, રોપ-વે સહિત અનેક એડવેન્ચર એક્ટિવિટી ચાલી રહી છે. હાલમાં રવિવારથી સાપુતારામાં પ્રવાસીઓ (Tourist) માટે પેટ્રોલથી સંચાલિત પેરામોટર અને એર બલૂનની હવાઈ સફરનો હેલિપેડ ખાતે શુભારંભ કરાયો હતો. સાપુતારાનાં હેલિપેડ પર પ્રથમ વખત નવલા નજરાણા સ્વરૂપે પ્રારંભ થયેલા પેરામોટર એડવેન્ચર અને એરબલૂન એડવેન્ચરમાં ફરવા આવેલા પ્રવાસીઓએ હવાઈ સફર કરી કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણ્યો હતો. સાપુતારામાં પેરાગ્લાઈડિંગની પેરામોટર હવાઈ સફરનો શુભારંભ થતા નવાગામ સહિત સાપુતારાનાં યુવાનોને રોજગારીની તકો પણ મળશે.

બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો

સુરત: દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. ત્યાં બીજી તરફ બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેના કારણે ભેજવાળા પવન દક્ષિણ ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાવાની સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે વાદળછાયા વાતાવરણને પગલે દિવસ દરમિયાન તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાતના તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો વધારો નોંધાતા પારો ૨૫.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસ શીતલહેર ફૂંકાશે. તેમજ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં 20 નવેમ્બર સુધી અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.

Most Popular

To Top