આપણે ત્યા વરસોથી એક કહેવત છે કે માણસને બોલતા તો આવડી જાય છે પણ કયારે બોલવુ? સુ બોલવું? કેવી રીતે બોલવુ? ક્યા સમયે બોલવુ? એ શીખવમા 7 જન્મ પણ ઓછા પડે. એક અભિનેત્રીએ પોતાની હલકી માનસિકતાનો પુરાવો આપ્યો છે. આ બેનનુ એમ કહેવુ છે કે 47ની આઝાદી આપણે ભીખમા મળી હતી. ખરી આઝાદી આપણે 2014મા મળી હતી. આ કેવી મોદી ભક્તિ? શુ આપણે અંગ્રેજો પાસે ભીખ માંગી માંગી આઝાદી મેળવી હતી? તમે આ સુ બોલી રહ્યા છો? તમને ભિખારી કોણે કહેવાય ખબર છે? તમે ભીખ માંગી માંગી ચાપલુસી કરી આ એવોર્ડ મળ્યો છે એ તો તમને ખબર જ હશે.
આઝાદીની લડાઈમા સેંકડો ભારતીયોએ પોતાના તન મન ધનની કુરબાની આપી હતી કેટલાક પોતાના ધીખતા વેપાર કામ મૂકી કેટલા પોતાની વકીલાત છોડી મેદાનમા કૂદી પડ્યા હતા. અરે આ સંગ્રામમા બહેનો પણ જાનની બાજી લગાવી દીધી હતી. એ બધા કોણ હતા? મા ભારતીના લાલ હતા. અંગ્રેજોની લાઠી અને સામી છાતીએ ગોળી ખાનાર વિરલા વિશે બેનને કેટલી જાણકારી છે? સરકાર આ બેન પાસેથી પદમશ્રી પાછો લઈ લે અને સરકાર આવી નેતિક હિમ્મત ના બતાવે તો આવા એવોર્ડ્સ મેળવનાર બધાએ સામુહિક રીતે પદમશ્રી પદમભૂષણ પદમવિભૂષણ ભારતરત્ન એવોર્ડ સરકારને તાત્કાલિક પરત આપી દેવા જોઈએ. આપણો દેશ આવા વાણીસુરાનો વિરોધ કયારે કરશે?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે