National

લખીમપુર કેસની તપાસ હાઈકોર્ટના જજ કરશે, સુપ્રીમ કોર્ટે SITમાં 3 IPS નો પણ સમાવેશ કર્યો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) યુપીના (UP) લખીમપુર ખેરીમાં (LaKhmipur Kheri) ઓક્ટોબરમાં થયેલી હિંસાની તપાસની દેખરેખ માટે હાઇકોર્ટના (High Court) ભૂતપૂર્વ જજનું (Judge) નામ નક્કી કર્યું છે. હાઈકોર્ટે આ ઘટનાની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રાકેશ કુમાર જૈનને સોંપી છે. આ સિવાય યુપી સરકાર દ્વારા રચવામાં આવેલી SIT ટીમમાં ત્રણ IPS અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, કોર્ટે કહ્યું કે તે ચાર્જશીટ દાખલ કર્યા પછી અને જસ્ટિસ જૈન દ્વારા અહેવાલ રજૂ કર્યા પછી જ કેસની આગળની સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે SIT પેનલમાં 3 વરિષ્ઠ IPS અધિકારીઓ એસબી શિરોડકર, દીપેન્દ્ર સિંહ અને પદ્મજા ચૌહાણનો સમાવેશ કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારે કોર્ટને કહ્યું કે તે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર આપી રહી છે. જો કે, સરકારે કહ્યું કે જે લોકો પર કાર ચલાવવાનો આરોપ હતો તેઓ પણ મારપીટ બાદ મૃત્યુ પામ્યા છે. હાલમાં તે લોકોના પરિવારને મદદ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સોમવારે જ સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું હતું કે જે લોકોને હજુ સુધી કોઈ રાહત મળી નથી તેમની મદદ પર વિચાર કરે.

આ સાથે કોર્ટે કહ્યું કે હવે કેસની આગામી સુનાવણી SIT દ્વારા તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ થશે. તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં બીજેપી સમર્થકોની એક કાર ખેડૂત આંદોલનકારીઓ પર ઘુસી ગઈ હતી, જેમાં ચાર ખેડૂતો અને એક પત્રકારના મોત થયા હતા. આ પછી ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકોને માર મારવામાં આવ્યા હતા. આ કેસમાં યુપી પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એક કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે મિશ્રાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

Most Popular

To Top