તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતિની રચનાનો આદેશ આપીને કેન્દ્ર સરકારને મોટો આંચકો આપ્યો છે. કારણકે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને બચાવ કર્યો હતો કે પેગાસસ મામલો જાહેર ચર્ચાનો વિષય નથી. તે સોગંદનામું દાખલ નહીં કરે. સરકારે પોતાની રીતે સમિતિ ઘડવા તૈયારી દર્શાવી હતી જે કોર્ટે નકારી પોતાની સમિતિ ઘડી છે. પ્રાઇવેસીના અધિકારોનો ઉલ્લેખ કરી સુપ્રીમે કહ્યું કે, દરેક વ્યકિત ઇચ્છે છે કે તેની પ્રાઇવેસીના અધિકારોનું રક્ષણ થાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે મીડિયાની સ્વતંત્રતા લોકશાહીનો ચોથો મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. એવામાં દેશની સુરક્ષાના નામે નાગરિકોની જાસૂસી ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે આ આદેશ દ્વારા બંધારણ અને મૂળભૂત અધિકાર સર્વોપરી છે એ સ્પષ્ટ કરી દીધું છે. રાષ્ટ્રહિતની બાબત પણ બંધારણીય પ્રક્રિયાને અનુસર્યા વિના ના કરી શકાય એવું સુપ્રીમ કોર્ટનું અવલોકન બહુજ મહત્ત્વનું છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાના નામે સરકાર ગમે તે કરે એ પણ નહીં ચાલે એ પણ સ્પષ્ટ કરી દીધું છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બંધારણ અને મૂળભૂત અધિકાર સર્વોપરી છે
By
Posted on