સુરત: (Surat) સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનિંગ કરવા માટેના માસ્ટર પ્લાનના બીજા તબક્કા અંતર્ગત મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેક્ટના ત્રણ અંડર ગ્રાઉન્ડ સ્ટેશનના (Under Ground Station) ડાયવર્ઝનના રસ્તા ઉપર ઝડપથી આ પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવાની હોય, સેન્ટ્રલ ઝોનમાં 7 રસ્તા તબક્કાવાર બંધ રાખવામાં આવશે. જે પૈકીના 4 રસ્તા આવતીકાલથી બંધ રહેશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 3 અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, જેમાં સુરત રેલવે સ્ટેશન, મસ્કતિ હોસ્પિટલ અને ચોકબજારના ટ્રાફિક ડાયવર્ઝનના રસ્તા ઉપર સુરત મહાનગરપાલિકાની નવી ડ્રેનેજ અને પાણીની લાઈન નાંખવાની કામગીરી તાકીદે કરવાની હોવાથી 7 રસ્તા તબક્કાવાર બંધ કરાશે. જેમાં આવતીકાલથી સોમવારથી 4 રસ્તા બંધ થશે.
આ રસ્તા આજથી બંધ
- મુગલીસરા મેઈન રોડ, મરઝાન શામી મસ્જિદથી ચોકબજાર સુરત શહેર ક્રાઈમ બ્રાંચ સુધીનો રસ્તો તા.12-01-2022 સુધી બંધ રહેશે
- ભાગળ ચાર રસ્તાથી એર ઈન્ડિયા ચાર રસ્તા (આયુષ્માન ભારત સરકારી આયુર્વેદ દવાખાના સુધી) કોટ સફિલ મેઈન રોડ સુધીનો રસ્તો તા.30-11 સુધી બંધ રહેશે
- ધરમના કાંટા ચાર રસ્તાથી લાલગેટ સુધીનો નાણાવટ મેઈન રોડ તા.31-12 સુધી બંધ રહેશે
- રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ સુધીનો રસ્તો તા.15-12 સુધી બંધ રહેશે
મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રણ અંડરગ્રાઉન્ડ સ્ટેશનના ડાયવર્ઝનના રસ્તા પર ઝડપથી પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરાશે
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 3 અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન જેમાં 1. સુરત રેલ્વે સ્ટેશન, 2. મસ્કતિ હોસ્પિટલ અને 3. ચોકબજારના ટ્રાફિક ડાયવર્ઝનના રસ્તાઓ પર સુરત મહાનગરપાલિકાની નવી ડ્રેનેજ અને પાણીની લાઈન નાખવાની કામગીરી તાકીદે કરવાની હોય, (૧) મુગલીસરા મેઈનરોડ, મરઝાન શામી મસ્જીદથી ચોકબજાર સુરત શહેર ક઼ાઈમ બ્રાંચ (કુરજા) સુધીનો રસ્તો તા.15-11 થી 12-01-2022 સુધી (2) ભાગળ ચાર રસ્તાથી એર ઈન્ડીયા ચાર રસ્તા (આયુષ્માન ભારત સરકારી આયુર્વેદ દવાખાના સુઘી) કોટ સફિલ મેઈન રોડ સુધીનો રસ્તો તા. 15-11 થી 30-11 સુધી (3) રાજમાર્ગ લાલ ઘડીયાળ (ટાવર) થઈ ઝાંપાબજાર સળિયાવાળી માર્કેટ સુધીનો રસ્તો તા. 1-12 થી 21-12 સુધી, (4) ભાગળ ચાર રસ્તાથી મહિધરપુરા છાપરીયા શેરીના નાકે જૈન દેરાસર સુધી (વાયા રૂ વાળો ટેકરો)નો રસ્તો તા. 16-11 થી 15-01-22 સુધી (5) ધરમના કાંટા ચાર રસ્તાથી લાલગેટ સુધીનો નાણાવટ મેઈન રોડ તા. 15-11 થી 31-12 સુધી (6) ચોકબજાર મીરાંબીકા એર્પોટમેન્ટથી વિવેકાનંદ સર્કલ (ડોટીવાલા બેકરી) સુધીનો મુખ્ય રસ્તો તા. 16-11 થી 16-12 સુધી (7) રેલ્વે સ્ટેશનથી દિલ્લી ગેટ સુધીનો રસ્તો તા. 15-11 થી 15-12 સુધી બંધ રહેશે. આ રસ્તાઓ પર કામગીરી જેટલા ભાગો પર પુરી થશે તેમ તેટલા ભાગોના રસ્તાઓ નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે ખુલ્લા કરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.