શનિવારે કેન્દ્રએ કોરોના સંક્રમણમાં વધારો થતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, કોરોનાના નિયમમાં ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરીને અને કોવિડ-19 અંગે લોકોના યોગ્ય વર્તનને અમલમાં મુકીને સંભવિત સુપર-સ્પ્રેડર્સની વિસ્તારમાં અસરકારક સર્વેલન્સની કામગીરી હાથ ધરવી, જેથી ગયા વર્ષ જેવી સ્થિતિ ફરી ન સર્જાય.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યો અને યુ.ટી.ના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ-સ્તરની સમીક્ષા બેઠક મળી હતી.આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્રમણના નવા કેસ અને એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ રાજયમાં નિયમમાં પાલનમાં ઢીલાશ ન મૂકે, કોરોના નિયમના ઉલ્લંઘનો સાથે કડક કાર્યવાહી કરે. તેમજ ભારપૂર્વક સૂચન કરવામાં આવ્યું હતું કે, સંભવિત સુપર ફેલાવવાની ઘટનાઓના સંદર્ભમાં તેમને સર્વેલન્સની રણનીતિઓનું પાલન કરવાની ખાસ જરૂર હોવાનું ભારપૂર્વક સૂચવવામાં આવ્યું હતું.
ટેસ્ટિંગમાં વધારો, વ્યાપક ટ્રેકિંગ, પોઝિટિવ કેસોને ઝડપી અલગ કરવા અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં વધુ કેસ નોંધાતા જિલ્લાઓમાં વહેલી તકે રસીકરણ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ કોરોનાના નવા પ્રકાર અને હોટસ્પોટ વિસ્તારની ઓળખ કરવા જણાવ્યું હતું.
જે જિલ્લાઓમાં ટેસ્ટિંગની સંખ્યા ઓછી હોય તેમને ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા અને વધુ માત્રામાં એન્ટિજેન ટેસ્ટ કરતાં જીલ્લામાં આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાત જેવા છ રાજ્યોમાં છેલ્લા 24 કલાકના સમયમાં નવા કેસોમાં વધારો થયો છે.