સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંગલાઓ ભાડે લઈને પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટમાં મુંબઈ પોલીસે સુરતના તનવીર હાશમીને પકડ્યાં બાદ પોર્ન ફિલ્મ બનાવવાના ધંધામાં લાખોની કમાણી હોવાની વિગતો બહાર આવી છે. સુરતમાંથી ઝડપાયેલો તનવીર એક વર્ષ અગાઉ પણ આવા જ આરોપમાં ઝડપાઇ ચૂકયો છે.
નવ જેટલા લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સ્ટ્રગલિંગ એકટ્રેસનું નામ પણ ખુલવા પામ્યું છે. એકટ્રેસ દ્વારા તેને મજબૂરીથી આ કામ કરવું પડતું હોવાની વાત કરી છે. આ ઉપરાંત તેને ફસાવવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે. તનવીરની પાસેથી મળેલી વિગતોના આધારે એક અંદાજ પ્રમાણે એક ફિલ્મ બનાવવા માટે લાખ્ખો રૂપિયા ફોરેનની પોર્ન વેબસાઇટો દ્વારા તનવીર અને તેના સાગરીતોને આપવામાં આવતાં હતાં
એક ફિલ્મમાં અંદાજે પંદર લાખ મળતાં હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં બાર઼ડોલી ઉપરાંત અન્ય લોકેશનમાં દસ જેટલી ફિલ્મો બનાવાઇ હોવાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં લોકેશન સસ્તા અને સુરક્ષિત હોવાને કારણે સુરત પોર્ન માટે સેન્ટર બનાવી દેવાયું હતું. તનવીરની ધરપકડ બાદ આ પ્રકરણમાં વધારે સનસનીખેજ ખુલાસા બહાર આવવાની શકયતા છે. આ તમામમાં સૌથી ચોંકાવનારી બાબત એ છેકે સુરત પોલીસને બોમ્બે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અંધારામાં રાખીને તનવીરની ધરપકડ કરી હતી.