National

લગ્નમાં વર-કન્યાને પેટ્રોલ, કાંદા અને ગેસ સિલિન્ડર ભેટમાં મળ્યા!

હાલ દેશમાં પેટ્રોલ સહિતની કેટલીક જીવન જરૂરી વસ્તુઓના વધતા ભાવ ભારે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે તમિલનાડુમાં હાલમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં નવપરિણીત યુગલને ભેટમાં પેટ્રોલ, કાંદા અને ગેસ સિલિન્ડર જેવી વસ્તુઓ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

એક લગ્ન સત્કાર સમારંભમાં વર-કન્યાને તેમના મિત્રો આ વસ્તુઓ ભેટ આપી રહ્યા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવી રહ્યો છે.

આમાં જોઇ શકાય છે કે કોઇએ પેટ્રોલનું કેન પકડ્યું છે તો કોઇ ગેસ સિલિન્ડર લઇને આવ્યું છે તો વળી કોઇએ કાંદા પણ ભેટમાં આપ્યા. ચોક્કસ કયા સ્થળનો વીડિયો છે તે જાણવા મળ્યું નથી પણ આ વીડિયો ઘણો વાયરલ થયો છે અને લોકો ઘણી રમૂજી કોમેન્ટો પણ કરી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top