Madhya Gujarat

આણંદ કૃષિ યુનિ.ના 9 વૈજ્ઞાનિક, 6 વિદ્યાર્થી વિદેશ તાલીમ માટે જશે

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાંથી 9 વૈજ્ઞાનિકો કેનેડા, લંડન, આયર્લેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલીયામાં અને 6 અનુસ્નાતક વિદ્યાર્થીઓ થાઈલેન્ડની અગ્રણી સંસ્થાઓમાં તાલીમ લેવા પસંદગી કરાય છે. આ સંસ્થામાં કામ કર્યા બાદ સંસ્થા દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાંથી 9 વૈજ્ઞાનિકો કેનેડા, લંડન, આયર્લેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલીયામાં અને 6 અનુસ્નાતક વિદ્યાર્થીઓ થાઈલેન્ડની અગ્રણી સંસ્થાઓમાં એક થી બે માસ માટે તાલીમ અર્થે પસંદગી પામ્યા છે.

આ તાલીમ માટે આઈસીએઆરના નિયમ મુજબ વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી હતી. આ તાલીમમાં વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પાક ઉત્પાદન અને તેના મૂલ્યવર્ધનને લગતી અવનવી તકનિકો, હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગની તકનીકો, ડીપ લર્નિંગ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી જળ સંસાધન ક્ષેત્રનું મેનેજમેન્ટ, આયાત-નિકાસ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવા આયામો થકી ખેડૂતોની આવકમાં વધારો કેવી રીતે શકાય તેના ઉપર તાલીમ મેળવશે. વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ અતંર્ગત 2019-20માં 16.50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી.

જેમાં ભાગ રુપે આ પ્રજેક્ટ હેઠળ યુનિવર્સીટીના 40 અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને 25 વૈજ્ઞાનિકો વિશ્વની વિવિધ અગ્રણી સંસ્થાઓમાં તાલીમ મેળવશે. આ પ્રોજેક્ટના જરૂરી માપદંડોને અનુસરીને યુનિવર્સિટીના માનનીય કુલપતિ, ડો. કે. બી. કથીરીયાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ દ્વારા 40 અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ પ્રથમ બેચમાં 11 વૈજ્ઞાનિકોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 40 વિદ્યાર્થીઓ પૈકી 35 વિદ્યાર્થીઓ મેક્સિકો, ફિલિપિન્સ, યુકે, થાઈલેન્ડ, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, ઈઝરાયેલ, શ્રીલંકા, નેપાળમાં હાલ તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ માટે વૈજ્ઞાનિકોના કિસ્સામાં સરકારની મંજૂરી મળેલ છે. જે આણંદ કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત રાજ્ય માટે ગર્વની બાબત છે.

આ વિદેશની તાલીમમાંથી વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પોતાના વિષયક્ષેત્રમાં જ્ઞાનનો વધારો કરશે અને આકૃયુમાં ચાલી રહેલા સંશોધનમાં નવા આયામો ઉમેરી શકાય તેવા પ્રયત્નો કરશે. ડો. એમ. કે. ઝાલા, સંશોધન નિયામકએ સદર તાલીમથી આકૃયુ અને વિદેશની સંસ્થા વચ્ચે ભવિષ્યમાં સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે કરારો થકી ખેડૂતમિત્રોની આવકમાં વધારો થાય તે દિશામાં કામ કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. ડો. આર. એસ. પુંડીર, પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતે સર્વે ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top