વડોદરા : જાંબુવા પાસે જીઈબી સબ સ્ટેશનમાંથી 8 ટન વજનના વાયર બે દિવસ પૂર્વ તફડાવી જનાર પરપ્રાંતના 8 તસ્કરોને મુદ્દામાલ સાથે પીસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. રીઢા તસ્કરોએ ભૂતકાળમાં પણ વિજવાયર ચોરીની કબૂલાત કરતા ત્રણ ગૂનાનો ભેદ ઉકેલાયો હતો.
જાંબુવા પાસે આવેલ જીઈબી સબ સ્ટેશનમાંથી થોડા દિવસ પૂર્વ સ્ક્રેપના અને વિજયવાયરોના બંડલ સહિત 8 ટન વાયરોની ચોર થઈ હતી. આશરે 8 લાખના વાયર ચોરીનો ગુનો મકરપુરા પોલીસ મથકે નોંધાયો હતો. ગુના અંતર્ગત પીસીબી પોલીસે તપાસનો દોર લંબાવતા તરસાલી પાસે તરૂણ સોસાયટી નજીક રોડ પર વિજવાયર ભરેલો ટેમ્પો પાર્ક થયેલ હતો.
ચોરીનો મુદ્દામાલ લઈને ચાલક પલાયન થાય ત પૂર્વ પીસીબીની ટીમે ચોતરફથી ઘેરીને ટેમ્પો ચાલક જગદિશ કિશોરભાઈ નાયક રહેવાસી 110, તરૂણ સોસાયટી તરસાલી પાસે બિલ માંગતા ઉડા જવાબ આપ્યા હતા. ટેમ્પામાં તપાસ કરતા 2730 કિલો વિજ વાયરો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની કડકાઈભરી પૂછતાછમાં લાખોની વિજ વાયરની ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સૂત્રધાર મહમદ મુસ્લીમ શુભરાત્રીખાનના (રહેવાસી, 19, ક્રીષ્ણાપાર્ક સોસાયટી છાણી મુળ વતન નેપાળ, ઉત્તરપ્રદેશના તમામ સાગરીતો ઓમપ્રકાશ હરી બડાઈ અંબીકાનગર છાણી મુળ વતન ઈટવા સિધ્ધાર્થનગર યુપી, રામરતન બુધ્ધુન પાસવા ઓમકારપુરા અંબીકાનગર છાણી મુળ વતન યુપી, રામરતન બુધ્ધુન પાસવાન રહેવાસી ઓમકારપુરા, અંબીકાનગર છાણી મુળવતન યુપી, અનિલકુમાર ચૈતવાન પાસવાન રાજેશકુમાર ઉર્ફે ગુડ્ડુ દયરામ પાસાન અને વિરેન્દ્ર કિશોરી યાદવની ટોળકીએ સબ સ્ટેશનમાંથી વિજવાયરો તફડાવ્યા હતા. પીસીબીની ટીમે આખી ટોળકીને દબોચી લીધી હતી.
આરોપીઓએ કબૂલાત કરી હતી કે, છ માસપૂર્વ ગોલ્ડ ચોકડીથી હાલોલ રોડ પર હાઈટેન્શન લાઈટના થાંભલા પાસેથી પણ જાડા વાયરોની ચોર કરી હતી. તદઉપરાંત બગોદરા ટોલટેકસ નજીક અલગ અલગ જગ્યાએથી વિજવાયરો , લોખંડના થાંભલા લોખંડની એન્ગલ અને આણંદ તારાપુર હાઈવે પરથી પણ જાડા વિજ વાયર તફડાવ્યાની ચોંકાવનારી કબુલાત કરી હતી.
કુખ્યાત તસ્કર ઓમપ્રકાશ બડાઈ અને રામરતન પાસવાન બારીયા તથ આણંદ પોલીસના ચોપડે પણ ચડી ચૂકયા છે. પીસીબીની ટીમે 42,400 રોકડા 2.73 લાખના વિજ વાયર અને 5 લાખનો ટેમ્પો દસ મોબાઈલ સહિત 8,83,400 રૂિપયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.