નવી દિલ્હી: કેનેડાથી (Canada) નદી મારફતે ગેરકાયદેસર (Illegal) રીતે અમેરિકામાં (America) પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય પરિવારના (Indian Family) સભ્યો સહિત આઠ લોકોના મોત થયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બે મૃત્યુ પામેલા પરિવારમાંથી એક ભારતીય પરિવાર પણ સામેલ હતો. મળતી માહિતી અનુસાપ પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા. કેનેડાની પોલીસે તમામના મૃતદેહને બહાર કાઢ્યા છે.
કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા 8 લોકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે આ પરિવારમાં બે બાળકો પણ હતા.
અકવેસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “જે 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો છે. ભારતીય મૂળનો પરિવાર હોવાનું સામે આવ્યું છે.” રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નથી. અમે તેની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્યું અનુસાર એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”
પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો હતો. બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો. હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. પોલીસનું માનવું છે કે આ દુ:ખદ ઘટના બુધવારની રાત્રિ દરમિયાન બની હોવી જોઈએ. આ પછી, જ્યારે પોલીસે હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે અન્ય બે મૃતદેહો પાણી પર ઉતરતા જોવા મળ્યા. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 8 મૃતદેહ મળી આવ્યા છે.
આ વર્ષે ગેરકાયદેસર પ્રવેશના 48 બનાવો બન્યા છે
ઉલ્લેખનીય છે કે અકવેસ્ને પોલીસનું કહેવું છે કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મોહૌક વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કેનેડા અથવા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાની 48 ઘટનાઓ બની છે અને તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે. જાન્યુઆરી 2022માં કેનેડા-યુએસ બોર્ડર પાસે મેનિટોબામાં એક બાળક સહિત ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. એપ્રિલ 2022 માં, અકવેસ્ને મોહૌક પ્રદેશમાંથી પસાર થતી સેન્ટ રેગિસ નદીમાં ડૂબતી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા.