Dakshin Gujarat

ભરૂચના 75.50 ટકા વિદ્યાર્થીઓએ ધો. 12 કોમર્સની પરીક્ષા પાસ કરી

ભરૂચઃ બુધવારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા ભરૂચ જીલ્લાનું ૭૫.૫૦ ટકા આવ્યું છે.ભરૂચ જીલ્લામાં A1 ગ્રેડમાં-૯ અને A2-૨૪૩ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.ભરૂચ જીલ્લાના ૧૧ કેન્દ્રોમાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું ૮૬.૯૯ ટકા અને સૌથી ઓછું જંબુસર કેન્દ્રનું ૬૬.૪૦ ટકા પરિણામ આવ્યું છે.

  • ભરૂચ જીલ્લામાં ધો-૧૨ સામાન્ય પ્રવાહનું ૭૫.૫૦ ટકા પરિણામ,સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું ૮૬.૯૯ ટકા અને સૌથી ઓછું જંબુસર કેન્દ્રનું ૬૬.૪૦ ટકા

ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા વહેલી સવારથી ઓનલાઈન પરિણામ જોવા માટે પરીક્ષાર્થીઓ માથાપચ્ચી કરી રહ્યા હતા.ખાસ કરીને ભરૂચ જીલ્લામાં ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૯૬૧ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા.જેમાંથી ૮૯૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.બુધવારે પરિણામ આવતા A1-૯, A2-૨૪૩, B1-૭૭૨, B2-૧૫૬૫, C1-૨૧૪૫, C2-૧૭૩૦, D-૨૭૩ , E1-૨, N.I-૨૨૨૨ મળીને ૭૫,૫૦ ટકા ભરૂચ જીલ્લાનું આવ્યું છે.

ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર કેન્દ્રમાં ૧૮૧૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૧૩૭૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૭૫.૮૩ ટકા, ભરૂચમાં ૧૩૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૧૦૪૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૭૮.૧૯ ટકા, ઝાડેશ્વર કેન્દ્રમાં ૮૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ૬૨૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૭૩.૮૫ ટકા પરિણામ આવ્યું છે.

જ્યારે ભરૂચ જીલ્લામાં સૌથી ઓછું જંબુસર કેન્દ્રનું પરિણામ રહ્યું. અહીં માત્ર ૧૦૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ૬૬૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૬૬.૪૦ ટકા જ પરિણામ રહ્યું છે. બીજી તરફ ભરૂચ જીલ્લામાં સૌથી વધુ પરિણામ નેત્રંગનું રહ્યું છે. નેત્રંગ કેન્દ્રમાં ૬૦૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૫૨૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૮૬.૯૯ ટકા પરિણામ હાંસલ કર્યું છે.

આ ઉપરાંત હાંસોટ કેન્દ્રમાં ૨૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ૧૮૫ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૬૮.૭૭ ટકા,વાલિયા કેન્દ્રમાં ૫૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ૪૧૧ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૭૪.૭૩ ટકા,થવા કેન્દ્રમાં ૫૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ૪૧૫ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૮૧.૨૧ ટકા, દયાદરા કેન્દ્રમાં ૭૮૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ૬૩૫ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૮૦.૫૮ ટકા,આમોદ કેન્દ્રમાં ૩૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૨૨૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૭૨.૨૬ ટકા અને ઝઘડિયા કેન્દ્રમાં ૮૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૬૨૯ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૭૦.૬૭ ટકા પરિણામ આવ્યું છે.

પહેલી વખત વોટ્સએપ પર પરિણામ
Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ વોટ્સએપ નં.૬૩૫૭૩ ૦૦૯૭૧પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

Most Popular

To Top