National

બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને 7,300 કરોડ રૂપિયામાં ખરીદી

બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને આશરે 1 અબજ ડોલર (આશરે 7,300 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી છે. કારણ કે, ભારતના સૌથી મોટા ઑનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બ્રિક્સ અને મોર્ટાર સેગમેન્ટમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.

આ બાયજુની સૌથી મોટી અને વિશ્વની સૌથી મોટી શિક્ષા-ટેક ડીલ હતી. આ ટ્રાન્ઝેક્શન પછી બ્લેકસ્ટોન ગ્રુપ અને આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ)ના સ્થાપકો બાયજુમાં નાનો હિસ્સો ધરાવશે, જેની કિંમત લગભગ 13 અબજ ડોલર છે.

દેશના સૌથી મૂલ્યવાન શિક્ષા-ટેક સ્ટાર્ટઅપ બાયજુને મેરી મીકર, યુરી મિલ્નર, ચાન-ઝકરબર્ગ ઇનિશિયેટિવ, ટેન્સન્ટ, સેક્વોઇઆ કેપિટલ, ટાઇગર ગ્લોબલ અને અન્ય માર્કી રોકાણકારો દ્વારા સમર્થન મળ્યું છે. આ કંપનીમાં આજ દિવસ સુધીમાં 2 અબજ ડોલરથી વધુનું ભંડોળ એકત્ર થયું હોવાનો અંદાજ છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, બાયજુ વધુ 600-700 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરવા માટે પણ વાતચીત કરી રહ્યું છે. આ અગાઉ બાયજુએ ટ્યૂટરવિસ્તા અને એડ્યુરાઇટ (2017માં પિયર્સનથી) અને ઓસ્મોને 2019માં હસ્તગત કર્યા હતા.

તેમજ, ગત વર્ષે એટલાન્ટિકની કોડિંગ તાલીમ પ્લેટફોર્મ પૂરી પાડતી કંપની વ્હાઇટ હેટ જુનિયરને 300 મિલિયન ડોલરમાં ખરીદી હતી.શિક્ષા-ટેક સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જેને કોરોના મહામારીમાં ઓનલાઈન અભ્યાસ માટે માર્ગ બનાવ્યો હતો.

એઇએસએલના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ચૌધરીએ કહ્યું કે, બાયજુ સાથેનો વ્યવહાર પાર્ટ કેશ અને પાર્ટ ઇક્વિટી ડીલ છે. જેમાં, 60-65 ટકા રોકડ અને બાકી ઇક્વિટીનો સમાવેશ થાય છે. જેની સાથે ડીલનું કુલ મૂલ્ય લગભગ 1 અબજ ડોલરની નજીક છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top