ગોધરા, તા.૬
ગોધરા શહેરમાં આવેલા નગર પાલિકા હદ વિસ્તારની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી આજે કરવામાં આવી હતી.
જેવા નગર પાલિકા નાં અધિકારીઓ નો કાફલો બાકી ભાડા માટે યાદી મુજબની દુકાનદાર પાસે ગયા તેવા જ દુકાનદારો એ ફાટફાટ ચેક અથવા તો રોકડા કાઢી ને આપી દીધા.
પાલિકાનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા આજ રોજ બાકી ભાડાની વસુલાત કરતા શહેરા ભાગોળ વિસ્તારમાં ૩૮ દુકાનદારો પૈકી ૨(બે) દુકાનો ને સીલ મારવામાં આવ્યું હતું જ્યારે ૩૬ દુકાનદારો રૂ.૯,૩૦,૨૨૦ ચેક અથવા રોકડા આપી ભાડું ભરપાઈ કરવામાં આવ્યું હતું.ત્યારે આ બાકી ભાડા વસુલાત ની ડ્રાઈવ આવતીકાલે બુધવાર નાં રોજ પણ ચાલુ રાખવામાં આવશે.ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર,હાલોલ ચીફ ઓફિસર તેમજ પાલિકા સ્ટાફ અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા આજ ગોધરા શહેર નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલા શહેરા ભાગોળ વિસ્તારમાંની દુકાનો નાં બાકી ભાડા મામલે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી માં લગભગ ૭૦૦ જેટલા દુકાનદારો ને આવરી લેવામાં આવ્યા હતા.જે દુકાનદારોએ આજે બંધ પાડી વેપારીઓ એ સૌપ્રથમ તો વિરોધ નોંધાવ્યો હતો.દુકાનદારો રાબેતા ક્રમ મુજબ દુકાન સ્થળે તો આવ્યા હતા પણ દુકાનો ખોલી નાં હતી અને દુકાનની બહાર ટોળે વળી બેસી રહ્યા હતા.નગર પાલિકા દ્વારા ભાડા વધારાની રકમ સાથે વસુલાત માટે દુકાનદારો ને અગાઉ બાકી ભાડા મામલે પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી.ત્યારે તેનો વિરોધ પણ વેપારીઓ એ કર્યો હતો.ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ એ દુકાન બંધ રાખી વિરોધ તો દર્શાવ્યો પણ બપોર બાદ જેવા નગર પાલિકા નો અધિકારીઓ નો કાફલો દુકાનદારો પાસે બાકી ભાડાની વસુલાત માટે ગયા કે તરત જ દુકાનદારો એ ફટાફટ ચેક અથવા રોકડા કાઢી ને દુકાન ભાડાની ભરપાઈ કરી હતી.ત્યારે દુકાનદારો માં ગણગણાટ હતો કે પાલિકા નિયમ વિરૂદ્ધ આવી રીતે ત્વરિત વસુલાત નો કાર્યવાહી કઈ રીતે કરી શકે.જ્યારે પાલિકાએ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ભાડા ભરવા માટેની નોટિસ આપી છે તો આજે સીલ મારવાની કાર્યવાહી કઈ રીતે કરી શકાય.ત્યારે આ તમામ બાબતોની વચ્ચે પાલિકા નાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોલીસ પ્રશાસન સાથે રાખી કડક હાથે વસુલાત ની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરામાં 700 દુકાનો બંધ રાખી વેપારીઓનો વિરોધ
By
Posted on