રાજ્ય સરકારે આજે સાત જેટલા આઈએએસની આંતરિક બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદ મનપાના નવા કમિશ્નર તરીકે 2002ની બેચના આઈએએસ લોચન શહેરાની નિમણૂંક કરાઈ છે. જ્યારે અમદાવાદ મનપાના કમિશ્નર મુકેશકુમારની બદલી ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરાઈ છે. બીજી તરફ રાજ્ય સરકારે ગેસ કેડરના 5 અધિકારીઓની પણ આંતરિક બદલીના આદેશ કર્યા છે.
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીની બદલી જીએસએફસી વડોદરા ખાતે કરાઈ છે. મુકેશપુરી છેલ્લા સાડા વર્ષથી શહેરી વિકાસ વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા. અલબત્ત ભાજપની નવી સરકાર એટલી બધી મુકેશપુરીથી રાજી નહોતી જેના પગલે તેમને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર (જીએસએફસી) ખાતે એમડી તરીકે નિમણૂંક કરાઈ છે. 1996ની બેચના આઈએએસ મુકેશકુમારની બદલી અણદાવાદ મનપામાંથી શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરાઈ છે.
જીએડીના સેક્રેટરી રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગમાં સેક્રેટરી હાઉંસિગ તરીકેનો વધારો ચાર્જ પણ અપાયો છે. અધિક ગ્રામ વિકાસ કમિશ્નર કું. ભાર્ગવી દવેની બદલી ગુજરાત લાઈવલીહુડ કંપનીના એમડી તરીકે કરાઈ છે. જ્યારે ગુજરાત લાઈવલીહૂડ કંપનીના એમડી કે.સી. સંપતની બદલી ડીડીઓ સુરેન્દ્રનગર તરીકે કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગરના ડીડીઓ નવનાથ ગવ્હાન્ડેની બદલી અધિક ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે કરાઈ છે.