Vadodara

994 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે મહિલા સહિત 7 શખ્સો ઝડપાયા

વડોદરા: ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કંસાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે.એનસીબી ને ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે મહારાષ્ટ્રથી લોકલ કેરિયર મારફતે આ કંસાઈનમેન્ટ ગુજરાત માટે મોકલાયું છે.જે માહિતીને આધારે રેડ કરતા 2 મહિલા સહિત 7 શખ્સો 994 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.તેમની પાસેથી 7.50 લાખનું રોકડ ભારતીય ચલણ મળી આવ્યું છે.

વડોદરા જિલ્લાના પાદરા માંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન એનસીબીએ 2 મહિલા સહિત 7 શખ્સોની અટકાયત કરીને વધુ તપાસનો દોર લંબાવ્યો છે.હાલમાં પકડાયેલા સાતેય આરોપીઓ પાસેથી 994 ગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું.એટલું જ નહીં રોકડ રૂપિયા 7.50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે.

MD ડ્રગ્સના મહારાષ્ટ્ર થી આવેલા આ કન્સાઇનમેન્ટની વધુ લિંક જાણવા એનસીબી એ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.કેમ કે છેલ્લા ઘણા સમયથી કન્સાઈન્મેન્ટ ગુજરાત માટે કોણ મોકલતું હતું ? અને તેનો માફિયા કોણ છે તે બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.NCBની ટીમે પકડાયેલા આરોપીઓ પાસેથી 2 કાર સહિત 3 વાહનો પણ કબ્જે કર્યા છે.

MD ડ્રગ્સ પકડવા માટે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે સ્પેશિયલ ઓપરેશન પાર પાડી એમડી ડ્રગ્સના નેટવર્કને તોડી પાડ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લાખો રૂપિયાના MD ડ્રગ્સને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાનું હતું.ગુજરાતમાં પ્રથમ વખત NCBએ MD ડ્રગ્સ અને આ મોટા કન્સાઈન્મેન્ટને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

Most Popular

To Top