નવી દિલ્હી: બ્રાજિલના (Brazil) રસ્તાઓ ઉપર હાલ ચક્કા જામ કરવામાં આવ્યા છે. આ જામ અહીંની જનતાએ કર્યો છે. અસલમાં બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (President) જેયર બોલ્સોનારોના (Bolsonaro) સમર્થકોએ આજે સોમવારે સવારથી જ બ્રાઝિલના રસ્તાઓ રોક્યા હતા. તેમજ લગભગ 7 લાખથી વધુ લોકો (Peoples) રસ્તા ઉપર તેમના લોકપ્રિય નેતાના સમર્થનમાં ઉતર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય સમય અનુસાર રવિવારે મોડીરાત્રે બોલ્સોનારોની જાન્યુઆરી 2023માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન તેમના પર ઓક્ટોબર 2022માં થયેલી ચૂંટણીમાં હાર બાદ તખતાપલટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમજ બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેમજ તેને બેઝલેસ ગણાવ્યા હતા.
આજની રેલીમાં 68 વર્ષીય ભૂતપૂર્વ આર્મી અધિકારીએ તેમના સમર્થકોને આર્થિક રાજધાની સાઓ પાઉલોમાં હાજર રહેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, “કાયદાના લોકશાહી શાસનના બચાવમાં શાંતિપૂર્ણ રેલીમાં હાજરી આપવા આપના લોકપ્રિય નેતા બોલ્સોનારોએ આપને વિનંતી કરી છે.’’ આ જાહેરાત બાદ આયોજકોને આશા હતી કે ઓછામાં ઓછા 5,00,000 લોકો આ રેલીમાં ભાગ લેશે.
જણાવી દઇયે કે બોલ્સોનારોનો પાસપોર્ટ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. કારણ કે તેઓ અને તેમના આંતરિક વર્તુળના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે 2022 ની ચૂંટણી હારી ગયા પછી સત્તામાં રહેવાની કોશિશ કરવાની યોજના અંગે ચકાસણીનો દાવો કરવામાં આવ્યો હતો.
આ છે સમગ્ર મામલો:
જુલાઈ 2022 માં બોલ્સોનારોએ 8 વિદેશી રાજદૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે બ્રાઝિલની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા અને હેરાફેરીના આરોપો લગાવ્યા હતા. દરમિયાન કહેવામાં આવ્યું હતું કે બોલ્સોનારોએ વિદેશી રાજદૂત સાથેની મિટિંગનો ઉપયોગ અન્ય પાર્ટીઓ વિરુધ્ધ કાવતરું ઘડવા માટે કર્યો હતો. તેમજ તેમણે લોકોના મનમાં શંકા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો કે 2022ની ચૂંટણીનાં પરિણામોમાં ધમાલ થશે.
ત્યાર બાદ તેમના ઉપર તેમના પદ અને મીડિયાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમજ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણીમાં હાર બાદ બોલ્સોનારોએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમજ દેશની ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે 30 જૂન, 2023 ના રોજ બોલ્સોનારો પર 7 વર્ષ માટે એટલે કે 2030 સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના વિરોધમાં હાલ પ્રદર્શન ચાલી રહ્યું છે.