Gujarat

રાધનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટતા મરણ ચીસો ગુંજી, 7ના મોત, 9 ઘાયલ

પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા નજીક જીપ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પોલીસ આ અકસ્માત પગલે મૃતકોની ઓળખ કરી રહી છે.

જીપનું ટાયર ફાટતા હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠ્યો
પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે માર્ગ પર મોટી પીપળી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રાજસ્થનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર અચાનક ફાટી જતા રોડ પર ઉભેલી ટ્રકમાં જીપ ઘૂસી ગઈ હતી. જીપમાં 12થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા હતા. હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. જ્યારે નવ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલો વ્યક્તિઓને સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિકોએ ઘાયલોની મદદ કરી હતી તેમજ પોલીસ તંત્રને જાણ કરી હતી.

સ્થાનિકોએ પોલીસની કામગીરી પર રોષ ઠાલવ્યો
અકસ્માતની ઘટના બાદ સ્થાનિક નાગરિકે ઘટનના સ્થળ પર ઉભા રહી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તેમજ રોષ ઠાલવ્યો હતો. નાગરિકેે સવાલો કરતા કહ્યું કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરકવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ નકી? રાધનપુરથી વારાહી વચ્ચે આ પ્રકારના વાહનોમાં લોકોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવતા હોવાનો અને હપ્તા ઉઘરાવાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ભરૂચ નજીક ટ્રેલર સાથે અકસ્માત થતાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો, ભાગદોડ મચી ગઈ
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૪૮ (National Highway No.48) પર આવેલા ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી ગઈ હતી. ભરૂચના માંચ નજીક ટ્રેલર સાથે અકસ્માત થતાં ટ્રકનો (Truck) કચ્ચરઘાણ વળી ગયો હતો.

  • ભરૂચના માંચ નજીક ટ્રેલર સાથે અકસ્માત થતાં ટ્રકનો કચ્ચરઘાણ
  • ટ્રેલરમાં ભરેલાં પાટિયાં રોડ ઉપર પડતાં ટ્રાફિક જામ સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત તરફ લાકડાના પાટિયા ભરીને જઈ રહેલા એક ટ્રેલર પાછળ ટાઈલ્સ ભરેલી ટ્રક કોઈ કારણોસર ઘૂસી જતાં અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લાકડાના પાટિયા રોડ ઉપર પડતા કોઈ હોલીવુડ મૂવી જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. લગભગ વરેડિયાથી સાંસરોદ ગામ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અકસ્માતની જાણ થતાં એન.એચ.આઈ.એ.ના કર્મીઓ તેમજ પાલેજ પોલીસ, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા હતા. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.

Most Popular

To Top