ઈન્ડોનેશિયા: મંગળવારે વહેલી સવારે ઈન્ડોનેશિયાની ધરતી (Indonesia earthquake) ધ્રુજી ઉઠી હતી. પૂર્વીય ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપના પગલે સુનામીની (Tsunami) ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વેના (US Geological survey) અહેવાલ અનુસાર ભૂકંપ 03.20 જીએમટી પર 18.5 કિલોમીટર (11 માઈલ)ની ઊંડાઈએ ફ્લોરેસના સમુદ્રમાં આવ્યો હતો. જે અહીંના મૌમેર શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર ઉત્તરમાં છે.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે (Pacific tsunami warning center) જણાવ્યું હતું કે, “ભૂકંપ કેન્દ્રથી 1,000 કિમી (600 માઇલ) સુધી દરિયાકાંઠે ખતરનાક મોજાં આવવાની અપેક્ષા છે.” USGSએ જણાવ્યું હતું કે જાનહાનિ ઓછી છે, જ્યારે તાજેતરના ભૂકંપના કારણે સુનામી અને ભૂસ્ખલન જેવા ખતરો ઉભો થયો છે. ઈન્ડોનેશિયમાં આજે મંગળવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. 7.7ની તીવ્રતાના ધરતીકંપના લીધે ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. લોકોના મનમાં 2004ના વિનાશકારી ભૂકંપની યાદો તાજી થઈ ગઈ હતી. ઈન્ડોનેશિયાના પૂર્વીય ટેંગ્ગારા ખાતેના મૌમેરામાં ભૂકંપનો અનુભવ થયો છે. મૌમેરા ઈન્ડોનેશિયાનું બીજું સૌથી મોટું શહે છે. ભૂકંપના લીધે કોઈ જાનમાલના નુકસાનની માહિતી નથી. સુનામીનો ડર ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. અહીં અવારનવાર સુનામી ઉઠતી રહેતી હોય છે. ઈન્ડોનેશિયામાં 2004મમાં ભૂકંપના લીધે ભારે તારાજી સર્જાઈ હતી. સુમાત્રા નજીક 9.1-તીવ્રતાના ભૂકંપ દરમિયાન સુનામી પણ ત્રાટકી હતી અને ઇન્ડોનેશિયામાં અડધા મિલિયનથી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત, GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, આ વર્ષે મે મહિનામાં ઇન્ડોનેશિયાના ટાપુ સુમાત્રાના ઉત્તર પશ્ચિમ કિનારે 6.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
તે જ સમયે, વર્ષ 2018 માં, લોમ્બોક ટાપુને એક શક્તિશાળી ભૂકંપથી હચમચાવી દેવામાં આવ્યો હતો, જેના પછી આગામી થોડા અઠવાડિયામાં ઘણા વધુ આંચકા આવ્યા હતા. તે હોલિડે આઇલેન્ડ અને પડોશી સુમ્બાવા પર 550 થી વધુ લોકો માર્યા ગયા હતા.